For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીની 77મી જયંતિઃ રાહુલ ગાંધીએ વીરભૂમિમાં પિતાને આપી શ્રદ્ધાંજલિ, PM મોદીએ કહી આ વાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના પિતાને વીરભૂમિ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે(શુક્રવાર 20 ઓગસ્ટ) 77મી જયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના પિતાને વીરભૂમિ પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને રાજીવ ગાંધીની 77મી જયંતિ પર તેમને શ્રદ્ધાંલિ આપી છે. રાહુલ ગાંધી સાથે ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી પણ વીરભૂમિ પહોંચીને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ખાસ પ્રસંગે કોંગ્રેસે ઘણા કાર્યક્રમોનુ આયોજન કર્યુ છે.

rahul gandhi

આજે દિલ્લીમાં દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને એક વિશેષ ફોટો પ્રદર્શન યોજવામાં આવશે. આ ઉપરાંત રક્તદાન શિબિર, રમતગમત તેમજ સાંસ્કૃતિક સમારંભ સહિત ઘણા કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજીવ ગાંધી જયંતિ પર કહ્યુ છે, 'રાજીવ ગાંધીનો સંદેશ હતો કે હિંદુસ્તાન એક જૂનો દેશ છે પરંતુ એક નવા અંદાજ લઈને આગળ નીકળવાની તૈયારીમાં છે. તેમનો સંદેશ હતો કે હિંદુસ્તાનને શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવીએ. જે આત્મનિર્ભરની વાત અત્યારે થઈ રહી છે તે રાજીવ ગાંધી બહુ પહેલા કરી ચૂક્યા છે.'

કોંગ્રેસે પોતાના અધિકૃત પેજથી ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'રાજીવ ગાંધીજીની દૂરદર્શિતાએ ભારતના યુવાનોના સપનાને માત્ર ઉડાન આપી એટલુ જ નહિ પરંતુ એ સપનાઓને સાકાર પણ કર્યા. યુવાનોની લોકતંત્રમાં ભાગીદારી સુનિશ્ચિત કરી. સંચાર ક્રાંતિએ દેશના યુવાનોને વિશ્વ સાથે પ્રતિસ્પર્ધામાં ઉભા કર્યા.'

કોંગ્રેસના ભારત રત્ન રાજીવ ગાંધીની જયંતી સદભાવના દિવસ તરીકે દર વર્ષે મનાવવામાં આવે છે. આજના દિવસે દેશભરમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકર્તા સદભાવના દિવસ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. દેશમાં ઘણી જગ્યાએ આજેના દિવસે ફોટો પ્રદર્શન, સાંસ્કૃતિ તેમજ રમતગમત કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવશે. કોંગ્રેસ આજના દિવસે રન ફૉર નેશનનુ પણ આયોજન કરે છે. આ બધા કાર્યક્રમ કોંગ્રેસ રાજ્ય, જિલ્લા, વિધાનસભા ક્ષેત્ર તેમજ પ્રખંડ સ્તરે કરવામાં આવશે.

English summary
Rajiv gandhi 77th birth anniversary: Rahul gandhi, PM Modi and other pays tribute to Rajiv Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X