For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પિતાની હત્યાના સવાલ પર રડી પડ્યા હતા પ્રિયંકા ગાંધીઃ રાજીવ ગાંધી હત્યા કેસમાં મુક્તિ બાદ નલિની

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલ નલિની શ્રીહરને રવિવારે પત્રકારો સાથે વાત કરીને ઘણા ખુલાસા કર્યા.

|
Google Oneindia Gujarati News

Rajiv Gandhi Assassination Case: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલ નલિની શ્રીહરને રવિવારે પત્રકારો સાથે વાત કરીને ઘણા ખુલાસા કર્યા. તેણે જણાવ્યુ કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જેલમાં તેની મુલાકાત લીધી હતી અને તેમના પિતાની હત્યા વિશે સવાલ કર્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા. મને જે કંઈ પણ ખબર હતી તે મે પ્રિયંકા ગાંધીને જણાવી દીધુ હતુ.

nalini

પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં સજામાંથી મુક્ત થયા બાદ નલિની શ્રીહરને પત્રકારો સાથે વાત કરતા ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે વર્ષ 2008માં તેની અને પ્રિયંકા ગાંધી વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. નલિનીએ જણાવ્યુ કે તે સમયે પ્રિયંકા ગાંધી તમિલનાડુની વેલ્લોર સેન્ટર જેલમાં તેને મળવા આવ્યા હતા. મીડિયા કૉન્ફરન્સમાં શ્રીહરને કહ્યુ, 'પ્રિયંકા ગાંધી મને જેલમાં મળ્યા હતા અને તેમણે મને તેcના પિતાની હત્યા વિશે પૂછ્યુ હતુ. તેઓ તેમના પિતા માટે ભાવુક થઈ ગયા હતા અને રડી પણ પડ્યા હતા.'

આ સાથે જ રાજીવ ગાંધી હત્યા કેસ સાથે જોડાયેલા સવાલ પર તેણે કહ્યુ કે તે જે જાણતી હતી તે બધુ સામે છે. તેણે કહ્યુ કે જ્યારે પ્રિયંકા ગાંધીએ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેણે એ બધુ જ કહી દીધુ હતુ જે તે જાણતી હતી. જો કે, તેણે કહ્યુ કે મીટિંગમાં જે અન્ય બાબતો થઈ તે કહી શકાય નહિ કારણ કે તે પ્રિયંકાના અંગત વિચારો સાથે સંબંધિત છે. ગાંધી પરિવારના સભ્યોને મળવાના પ્રશ્ન પર તેણે કહ્યુ કે જો પરિવારના સભ્યો તેને મળવા માંગતા હોય તો તે તેમને મળશે.

નલિની શ્રીહરન દેશમાં આજીવન કેદની સજા ભોગવનાર સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા કેદી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેને શનિવારે (12 નવેમ્બર) વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ કેસમાં આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક જાહેર રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ (LTTE) જૂથની મહિલા આત્મઘાતી બૉમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

English summary
Rajiv Gandhi assassination case: Priyanka Gandhi met her in jail said Nalini Sriharan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X