For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Padmaavat: કરણી સેનાએ પરત લીધો વિરોધ?

કરણી સેનાએ પાછો લીધો વિરોધ?કરણી સેનાએ સંજય લીલા ભણસાલીને લખ્યો પત્રઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

છેલ્લા 2 મહિનાથી રાજપૂત કરણી સેના સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરી રહી હતી અને હવે કરણી સેનાએ વિરોધ પાછો લેતાં ફિલ્મ અંગેનો વિવાદ આખરે સમાપ્ત થવા આવ્યો હોય એમ લાગી રહ્યું છે. તો બીજી બાજુ કરણી સેનાના લોકેન્દ્ર સિંહ કાલવી આ વાત નકારી છે. કરણી સેનાના સંરક્ષક કહેવાતા લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, 'કરણી સેનાની ડુપ્લીકેટ કોપીએ ફિલ્મને લીલી ઝંડી આપી છે, અમે હજુ પણ ફિલ્મ પર પ્રતિબંધના પક્ષમાં જ છીએ.' રાજપૂત કરણી સેનાએ શુક્રવારે સંજય લીલા ભણસાલીને પત્ર લખીને ફિલ્મ સામેનું વિરોધ પ્રદર્શન પરત લેવાની વાત કહી હતી. આ પત્ર વાયરલ થતાં લોકેન્દ્ર સિંહ કાલવીએ સ્પષ્ટતા આપી છે કે, આ તેમની કરણી સેના નથી.

karni sena padmaavat protest

અમર ઉજાલા સાથે વાત કરતાં લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું કે, 'હું આજે પણ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાના પક્ષમાં છું. વિરોધ પરત લેવાનું નિવેદન કરણી સેનાની ડુપ્લીકેટ કોપીએ આપ્યું છે. અમે આજે પણ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છીએ અને આ અંગે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે.' ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મહારાષ્ટ્રની રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત' જોયા બાદ પોતાનું વિરોધ પ્રદર્શન પાછું લેવાની વાત કહી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્ર સિંહ કટારાએ સંજય લીલા ભણસાલીને પત્ર લખી કહ્યું કે, 'ફિલ્મમાં રાજપૂતોને સન્માન સાથે દર્શાવવામાં આવ્યા છે. અમને આ વાત જણાવતા ગર્વ થાય છે કે, ફિલ્મમાં રાજપૂતોની વીરતા અને ત્યાગનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે.' તેમણે આગળ કહ્યું કે, 'રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામાડીના કહેવા પર કેટલાક લોકોએ મુંબઇમાં ફિલ્મ જોઇ અને એ નિરાકરણ પર આવ્યા કે ફિલ્મમાં રાજપૂતોની વીરતા દર્શાવવામાં આવી છે. સેનાએ જે રાજ્યોમાં આ ફિલ્મ રિલીઝ નથી થવા દીધી, હવે એ રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરવામાં તેઓ મદદ કરશે. આ ફિલ્મ જોયા બાદ દરેક રાજપૂત ગર્વ અનુભવશે.'

karni sena letter
English summary
Rajput Karni Sena Withdraws Protest Over Padmaavat, Lokendra Singh Kalvi Denies Such Statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X