રાજ્યસભાની 6 સીટો પર પેટાચૂંટણી માટે તારીખોનુ એલાન, 4 ઓક્ટોબરે થશે મતદાન

પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં રાજ્યસભાની ખાલી સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોનુ એલાન કરી દીધુ છે.

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં રાજ્યસભાની ખાલી સીટો પર પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખોનુ એલાન કરી દીધુ છે. આ રાજ્યોમાં રાજ્યસભાની કુલ 6 સીટો પર આવનારી 4 ઓક્ટોબરે પેટાચૂંટણી થશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની 1-1 સીટ અને તમિલનાડુમાં 2 સીટો ખાલી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની 1-1 સીટ અને તમિલનાડુમાં 2 સીટો ખાલી છે. પેટાચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલ કોરોના ગાઈડ લાઈન્સનુ અનિવાર્ય રીતે પાલન કરવાનુ રહેશે.

voting

પુડુચેરીની એક રાજ્યસભા સીટ પર પણ પેટાચૂંટણી

ચૂંટણી પંચે પુડુચેરીની એક રાજ્યસભા સીટ પર થનાર દ્વિવાર્ષિક ચૂંટણીને પણ આ ચૂંટણી શિડ્યુલમાં રાખ્યુ છે. પુડુચેરીની આ રાજ્યસભા સીટ પર 4 ઓક્ટોબરે જ મતદાન થશે. રાજ્યસભાની આ સીટ આગામી 6 ઓક્ટોબરે વર્તમાન સાંસદ એન ગોકુલકૃષ્ણનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી થવા જઈ રહી છે. આ ઉપરાંત બિહાર વિધાન પરિષદની એક સીટ પર પણ પેટાચૂંટણી હેઠળ 4 ઓક્ટોબરે મત આપવામાં આવશે. બિહારની આ સીટ 9 મેએ વિધાન પરિષદ સભ્ય તનવીર અખ્તરના નિધનના કારણે ખાલી થઈ હતી.

4 ઓક્ટોબરે જ ઘોષિત થઈ જશે ચૂંટણી પરિણામો

તમને જણાવી દઈએ કે રાજ્યસભાની જે 6 સીટો પર પેટાચૂંટણી થવા જઈ રહી છે તેમાં પશ્ચિમ બંગાળ, આસામ તમિલનાડુ અને મધ્ય પ્રદેશની 5 સીટો સભ્યોના રાજીનામાના કારણે ખાલી થઈ છે. જ્યારે એક સીટ રાજીવ શંકરરાવ સાતવના નિધન બાદ ખાલી થઈ હતી. રાજીવ શંકરરાવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ હતા જેમનુ ગઈ 16 મેના રોજ કોરોના વાયરસના સંક્રમણના કારણે નિધન થઈ ગયુ હતુ. રાજ્યસભાની આ સીટો પર ચૂંટણીના પરિણામો એ દિવસે 4 ઓક્ટોબરે ઘોષિત કરી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X