For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Session: વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાનો અનુરોધ ફગાવ્યો

શિયાળુ સત્રના બીજા દિવસે રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાના અનુરોધને ફગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શિયાળુ સત્રના બીજા દિવસે રાજ્યસભાના સભાપતિ એમ. વેંકૈયા નાયડુએ 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાના અનુરોધને ફગાવી દીધો છે. સભાપતિ એમ વેંકૈયા નાયડુએ કહ્યુ કે રાજ્યસભાના સભાપતિને કાર્યવાહી કરવાનો અધિકાર છે અને સંસદ કાર્યવાહી પણ કરી શકે છે. એમ વેંકૈયા નાયડુએ કહ્યુ, ગયા ચોમાસુ સત્રનો કડવો અનુભવ આજે પણ અમારાથી મોટાભાગના લોકોને પરેશાન કરે છે. હું ગયા સત્રમાં જે થયુ તેના પર નારાજગી વ્યક્ત કરવા માટે સંસદની મુખ્ય હસ્તીઓના નેતૃત્વની રાહ જોઈ રહ્યો હતો.

m naidu

વેંકૈયના નાયડુના આ નિર્ણય પર એલઓપી રાજ્યસભા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ, 'અમે તમારા કાર્યાલયમાં 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાનો અનુરોધ કરવા આવ્યા હતા. ઘટના ગયા ચોમાસુ સત્રની છે તો હવે તમે આ નિર્ણય કેવી રીતે લઈ શકો છો.'

તમને જણાવી દઈએ કે વિપક્ષી દળોએ રાજ્યસભાના 12 વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગને લઈને સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન પણ કર્યા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સરકાર પર કટાક્ષ કરીને કહ્યુ, એવુ લાગી રહ્યુ છે કે અહીં જમીનદારી કે રાજા નથી કે અમે વાત વાતમાં તેમના પગ પકડીએ અને માફી માંગીએ. આ બળજબરીથી કેમ માફી મંગાવવા માંગે છે. આને આપણે બહુમતની બાહુબલી કહી શકીએ છીએ. આ લોકતંત્ર માટે જોખમ પેદા કરી શકે છે. અધીર રંજના ચૌધરીએ આગળ કહ્યુ કે, 'રેટ્રોસ્પેક્ટિવ ઈફેક્ટ ચાલી રહી છે. સરકારની આ નવી રીત છે. અમને ડરાવવાની, ધમકાવવાની, અમને જે વાત કહેવાનો મોકો મળે છે તેને છીનવી લેવાની આ નવી રીત છે.'

12 સાંસદોના સસ્પેન્શન પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ - કાલે પણ અમે તેમને કહ્યુ કે તમે લોકો માફી માંગી લો, દુઃખ વ્યક્ત કરી લો. પરંતુ તેમણે તેને ફગાવી દીધુ, સાફ ના પાડી. મજબૂરીમાં અમારે આ નિર્ણય લેવો પડ્યો. તેમણે સંસદમાં માફી માંગવી જોઈએ. સંસદના સભાપતિ એમ વેંકૈયા નાયડુ દ્વરાા 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગ ફગાવી દીધા બાદ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં વૉકઆઉટ કર્યુ.

વળી, કોંગ્રેસના એ આર ચૌધરીએ કહ્યુ, 'રાજ્યસભાના એ 12 વિપક્ષી સભ્યોનુ સમર્થન કરવા માટે લોકસભામાંથી વૉકઆઉટ કર્યુ છે જેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્શનની કાર્યવાહી પૂર્વવ્યાપી પ્રભાવ તરફ ઈશારો કરે છે. માફી કેમ જાહેર કરવી જોઈએ?'

English summary
Rajya Sabha Chairman M Venkaiah Naidu rejects request for revocation of suspension of 12 MPs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X