For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્વિજય સિંહ પાસેથી 50 કરોડ વસૂલશે રાખી સાવંત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

digvijay-singh-rakhi
મુંબઇ, 13 નવેમ્બર: દિગ્વિજય સિંહ દ્રારા અરવિંદ કેજરીવાલ સાથે રાખી સાવંતની તુલના કરતાં બોલીવૂડની આઇટમ ગર્લ રાખી સાવંતે મુંબઇ પોલીસ વિભાગ અને મહારાષ્ટ્રના ગૃહ સચિવને પત્ર લખીને કોંગ્રેસના મહાસચિવ વિરૂદ્ધ કેસ દાખલ કરવાની માંગણી કરી છે. રાખી સાવંતે દિગ્વિજય વિરૂદ્ધ ચરિત્ર હનનનો કેસ દાખલ કરવાની માંગણી કરી છે.

દિગ્વિજય સિંહની ટિપ્પણીનો ઉંડો આધાત પહોંચ્યો હોવાનો દાવો કરતી રાખી સાવંતે કહ્યું હતું કે તે પોતાના વકિલ દ્રારા કોંગ્રેસ નેતા વિરૂદ્ધ માનહાનિની નોટીસ જાહેર કરવાનું કહ્યું છે અને પોતાની સ્વચ્છ પ્રતિભા પર હુમલો કરવા બદલ 50 કરોડ રૂપિયા ક્ષતિપૂર્તિની માંગણી કરશે.

પોલિસ વિભાગના સત્યપાલ સિંહ, રાજ્યના ગૃહ સચિવ અને ગોરેગાંવ પોલીસ મથકના વરિષ્ઠ નિરીક્ષકને પત્ર લખીને કહ્યું છે કે હું દિગ્વિજયને વ્યક્તિગત રીતે ઓળખતી નથી. આ પ્રકારની ટિપ્પણી કરીને દિગ્વિજયે મારી છાપ અને સન્માનને ઠેસ પહોંચાડી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે મેં મારા વકિલ એઝાઝ નકવીને આદેશ કર્યો છે કે માનહાનિની નોટીસ કરે અને દિગ્વિજય પાસેથી 50 કરોડ રૂપિયાના વળતરની માંગણી કરે. આ મારા ચરિત્ર પર ગંભીર હુમલો છે. દિગ્વિજય સિંહે ગઇકાલે ટ્વિટ કરીને મારી તુલના અરવિંદ કેજરીવાલ સાથે કરી હતી.

દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ અને રાખી સાવંતની તુલના કરી હતી. બંને ખુલાસા કરે છે પરંતુ તેમાં દમ હોતો નથી. જો કે દિગ્વિજય સિંહે કહ્યું છે કે હું રાખી સાવંતની માફી માંગવા માંગું છું, હું તેમનો પ્રશંસક છું.

English summary
Agitated over Digvijay Singh's remark comparing her to Arvind Kejriwal,Rakhi Sawant plans to slap a defamation notice on the Congress leader seeking Rs.50 crore as damages.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X