જન લોકપાલ માટે રેલી, વાંચો આજના ખાસ સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ગુડગાંવમાં અણ્ણા સમર્થકો દ્વારા જન લોકપાલ બિલના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે. જયપુરમાં સરકાર બનાવવા માટે રાજસ્થાન ભાજપના પ્રમુખ વસુંધરા રાજે રાજ્યપાલ માર્ગરેટ આલ્વાને મળ્યા હતા.

અણ્ણા સમર્થકો દ્વારા રેલી

અણ્ણા સમર્થકો દ્વારા રેલી

ગુડગાંવમાં અણ્ણા સમર્થકો દ્વારા જન લોકપાલ બિલના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી.

રાજ્યપાલ સાથે મુલાકાત

રાજ્યપાલ સાથે મુલાકાત

જયપુરમાં સરકાર બનાવવા માટે રાજસ્થાન ભાજપના પ્રમુખ વસુંધરા રાજે રાજ્યપાલ માર્ગરેટ આલ્વાને મળ્યા હતા.

બોધગયામાં ભુતાનના રાણીમા

બોધગયામાં ભુતાનના રાણીમા

બોધગયાના મહાબોધી મંદિર ખાતે આવેલા ભુતાનના રાણીમાં અશિ કેસંગ છોડન વાંગચુક.

નવલ વોરશિપને ખરિદવા એકઠું કર્યું ભંડોળ

નવલ વોરશિપને ખરિદવા એકઠું કર્યું ભંડોળ

મુંબઇમાં નવલ વોરશિપ આઇએનએસ વિક્રાંતની હારજી કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામા આવ્યા બાદ તેના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોનેશન એક્ઠુ કરવામાં આવી રહ્યું છે.

નેલ્સન મંડેલાની શોકસભામાં રાષ્ટ્રપતિ

નેલ્સન મંડેલાની શોકસભામાં રાષ્ટ્રપતિ

દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે એફએનબી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની શોક સભામાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ હાજરી આપી હતી.

અણ્ણાની ભૂખ હડતાળનો પહેલો દિવસ

અણ્ણાની ભૂખ હડતાળનો પહેલો દિવસ

અહમેદનગર જિલ્લાના પોતાના રેલગણ સિદ્ધિ ગામ ખાતે જન લોકપાલ બિલને લઇને ભૂખ હડતાળ પર બેસેલા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે.

રેલવે એન્જીનમાં આગ

રેલવે એન્જીનમાં આગ

અલ્હાબાદ રેલવે જંક્શન ખાતે રેલવે એન્જીનમાં લાગેલી આગને ઓલવી રહેલા ફાયર બ્રિગેડના જવાનો.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ

કમ્બોડિયાના ફોનમ પેન્હ ખાતે 65માં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ દરમિયાન બ્લેસિંગ ડાન્સ કરી રહેલ કમ્બોડિયન ડાન્સર.

દલાઇ લામાને નોબલની 24મી એનિવર્સરી

દલાઇ લામાને નોબલની 24મી એનિવર્સરી

ધર્મશાળા ખાતે દલાઇ લામાને આપવામા આવેલા નોબલ શાંતિ પુરસ્કારની 24મી એનિવર્સરી નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નૃત્ય કરી રહેલી તિબેટિન આર્ટિસ્ટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X