નોટીસનો જવાબ આપવા માટે મારી પાસે ટાઇમ નથી: જેઠ મલાણી

ram-jethmalani
નવી દિલ્હી, 27 નવેમ્બર: ભાજપ દ્રારા જાહેર કરવામાં આવેલ કારણદર્શક નોટીસને નકારી કાઢતાં રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તે વકિલાતના ધંધામાં વ્યસ્ત છે અને આવા દસ્તાવેજોનો જવાબ આપવા માટે તેમની પાસે ટાઇમ નથી.

રામ જેઠમલાણીએ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આજે સાંજે મિડીયાના માધ્યમથી કારણ દર્શક નોટીસ વિશે જાણ્યું છે. મે તે મહાન દસ્તાવેજને વાંચ્યો નથી જે મારી પાસે આવવાનો છે. મને જ્યારે નોટીસ મળશે અને તેને વાંચીશ ત્યારબાદ તમને જણાવી શકીશ કે હું શું કરી શકું છું. એક વકિલ હોવાના કારણે ઘણો વ્યસ્ત છું 10 દિવસમાં આ પ્રકારના દસ્તાવેજનો જવાબ આપવાનો મારી પાસે ટાઇમ નથી. તેમની ગેરશિસ્ત અને પાર્ટી-વિરોધી ગતિવિધીઓ માટે તેમને પાર્ટીમાંથી કેમ નિકાળવામાં ન આવે. ભાજપે તેમને નોટીસનો જવાબ આપવા માટે 10 દિવસનો સમય આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીના રાજીનામાની માંગણીથી નારાજ ભારતીય જનતા પાર્ટીએ રામ જેઠમલાણીને કારણ દર્શક નોટીસ ફટકારી છે. નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરનારા રામ જેઠમલાણીને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહી છે. રામ જેઠમલાણીના તીખા વલણ અને બફાટથી પરેશાન ભાજપ તેમનાથી પીછો છોડવવા માંગે છે.

ગેરવર્તૂણકના આરોપોના કારણે રામ જેઠમલાણીને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં છે ત્યારે બીજી તરફ યશવંત સિંહા અને શત્રિધ્ન સિંહા જેવા નેતાઓએ પણ નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી હતી. ત્યાર લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ભાજપ તેમના વિરૂદ્ધ પગલાં ભરશે કે કેમ ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X