10 લોકોને મળવા માંગે છે રામ રહીમ, હનીપ્રીતનું નામ 1લા નંબરે
આ 10 લોકોને મળવા માંગે છે રામ રહીમ, હનીપ્રીતનું નામ સૌથી ઉપર. રામ રહીમને રોહતકની જેલમાં કેદ કરાયા બાદ હનીપ્રીત ગાયબ છે. બીજી બાજુ, બાબાને ડેરામાંથી પોલીસને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ બે સાધ્વી સાથે બળાત્કારના કેસમાં રોહતક જેલમાં સજા કાપી રહ્યાં છે. 25 ઓગસ્ટના રોજ તેમને રોહતક જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. જેલમાં એકલાપણાથી કંટાળેલા રામ રહીમે જેલરને 10 લોકોની એક સૂચિ આપી છે, જેમને તેઓ મળવા માંગે છે. કેહવાય છે કે, જેલમાં કેદ રામ રહીમ દિવસ-રાત દીવાલો સાથે વાત કરે છે અને માથા પછાડે છે. તેની આજુ-બાજુની બેરેકમાં કેદ 13 કેદીઓ રામ રહીમથી કંટાળીને હડતાળ પર બેઠા છે.

મુલાકાતીઓની સૂચિ
રામ રહીમે જેલ પ્રસાશનને જે 10 લોકોના નામની સૂચિ આપી છે, એમાં હનીપ્રીતનું નામ સૌથી ઉપર છે. રામ રહીમની દત્તક પુત્રી હાલ ગાયબ છે, તેણે હનીપ્રીતનો મોબાઇલ નંબર પણ આપ્યો છે. આ સિવાય તેણે પોતાના પુત્ર અને તેની પત્ની, પોતાની બંને પુત્રીઓ અને તેમના પતિના નામ સૂચિમાં લખ્યા છે. સાથે જ ડેરાનું કામકાજ સંભાળતા કેટલાક લોકોના નામ પણ આ સૂચિમાં છે.

પોલીસ પણ હનીપ્રીતની શોધમાં
બળાત્કારના મામલે ગુરમીત રામ રહીમ જ્યારે પંચકુલા પહોંચ્યા ત્યારે હનીપ્રીત પણ તેમની સાથે હતી અને અદાલતથી હેલિકોપ્ટર દ્વારા રામ રહીમને રોહતક જેલ મોકલવામાં આવ્યા ત્યારે પણ તે હેલિકોપ્ટરમાં બાબા સાથે જ બેઠેલી જોવા મળી હતી. પરંતુ ત્યાર બાદ હનીપ્રીતનો કોઇ પત્તો નથી. દેશદ્રોહ સહિત અનેક મામલે આરોપી હનીપ્રીતને પોલીસ પણ શોધી રહી છે. અદાલત દ્વારા હનીપ્રીત વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

હનીપ્રીત અને રામ રહીમ
ગુરમીત રામ રહીમ સિંહ હનીપ્રીતને પોતાની માનેલી પુત્રી ગણાવે છે અને તેણે હનીપ્રીતને દત્તક પણ લીધી છે, પરંતુ આ બંનેના સંબંધો અંગે અનેક પ્રકારની વાતો સામે આવી છે. હનીપ્રીતના પતિએ તેની પર અનેક ગંભીર આરોપ મુક્યા હતા. હનીપ્રીતના પતિ અનુસાર, તેણે ગુરમીત અને હનીપ્રીતને આપત્તિજનક પરિસ્થિતિમાં જોયા હતા અને તેઓ પિતા-પુત્રી હોવાનું માત્ર નાટક કરી રહ્યાં છે.

બાબાના ડેરામાંથી મળ્યા હથિયાર
રામ રહીમનો ડેરા સચ્ચા સૌદાનો કારભાર અનેક એકર જમીનમાં ફેલાયેલો છે. ડેરામાં આવેલી રામ રહીમની ગુફા કોઇ આલિશાન મહેલની તોલે આવે એવી છે. હરિયાણા પોલીસ દ્વારા જ્યારે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયમાં છાપો મારવામાં આવ્યો ત્યારે પોલીસને ત્યાંથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતા. પોલીસને અલગ-અલગ જાતની બંદૂકો અને બીજા પણ કેટલાક હથિયાર મળ્યા હતા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
