For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંચીની કોર્ટે છાત્રાને કુરાન વહેંચવાની શરતે આપ્યા જામીન

રાંચીની કોર્ટે જે રીતે પોતાના ચુકાદામાં છાત્રાને કુરાનની પાંચ પ્રત વહેંચવાનો ચુકાદો સંભળાવ્યો છે તે બાદ સતત આ મુદ્દા અંગે ચર્ચા થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

રાંચીની કોર્ટે જે રીતે પોતાના ચુકાદામાં છાત્રાને કુરાનની પાંચ પ્રત વહેંચવાનો ચુકાદો સંભળાવ્યો છે તે બાદ સતત આ મુદ્દા અંગે ચર્ચા થઈ રહી છે. છાત્રાએ પતે કોર્ટના આ ચુકાદા પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ કે તે કોર્ટના આ ચુકાદાથી ખુશ નથી. તમને જણાવી દઈએ કે મંગળવારે રાંચીની કોર્ટે છાત્રા રિચા ભારતીને એ શરતે જામીન આપ્યા છે કે તે કુરાનની પાંચ પ્રત અલગ અલગ સંસ્થાઓને વહેંચશે અને તેની પહોંચ આગામી 15 દિવસની અંગર કોર્ટમાં હાજર કરશે.

richa bharti

મે કોઈની ભાવનાને ઠેસ નથી પહોંચાડી

કોર્ટના આ ચુકાદાથી દરેક જણ આશ્ચર્યચક્તિ છે અને આના પર નારાજગી દર્શાવી છે. કોર્ટના ચુકાદા બાદ ભારતીએ કહ્યુ કે હું કોર્ટનું સમ્માન કરુ છુ પરંતુ હું કોર્ટના ચુકાદાથી ખુશ નથી. મને ફેસબુક પર સામાન્ય પોસ્ટમાટે કુરાન વહેંચવા માટે મસ્જિદ જવુ પડશે. પોતાના ભગવાન વિશે લખવુ ક્યારેય ખોટુ નથી. રિચાએ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપથી ઈનકાર કર્યો છે. તેણે કહ્યુ કે મે આ પોસ્ટ નથી લખી, મે બસ તેને કટ, કૉપી અને પેસ્ટ કરી હતી. પરંતુ બીજા સમાજના લોકોને ક્યારેય હનુમાન ચાલીસા વહેંચવામાટે નથી કહેવામાં આવ્યુ, આ યોગ્ય નથી.

ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યુ

કોર્ટના ચુકાદા બાદ હિંદુ જાગરણ મંચના નેતા સ્વામી દિવ્યાનંદે કહ્યુ કે આ એક ષડયંત્ર હેઠળ કરવામાં આયુ છે. લોકો આના કરતા પણ બદતર વસ્તુઓ ફેસબુક પર શેર કરતા હોય છે. હિંદુ દેવી દેવતાએનું અપમાન કરવામાં આવે છે પરંતુ આના પર કોઈ પણ પ્રકારનો વિવાદ નથી થતો. પરંતુ આ ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યુ છે. ભાજપ નેતકા પ્રતુલ શહદેવે કહ્યુ કે આ વિચિત્ર ચુકાદો છે. મે ચુકાદો હજુ સુધી વાંચ્યો નથી પરંતુ જે રીતે મીડિયામાં આને રિપોર્ટ કરવામાં આવ્યો છે, મે આ રીતનો ચુકાદો દેશના ઈતિહાસમાં ક્યારેય સાંભળ્યો નથી.

શરતી જામીન

આરોપી છાત્રા તરફથી કોર્ટમાં હાજર થયેલા વકીલ રામપરવેશ સિંહે કહ્યુ કે કોર્ટે શરતી જામીન આપ્યા છે કે છાત્રાને કુરાનની એક કૉપી અંજુમાન ઈસ્લામિયાને પ્રશાસનની હાજરીમાં આપવી પડશે. જ્યારે છાત્રા ચાર અન્ય કુરાનની પ્રત અળગ અલગ કોલેજ તેમજ શાળાની લાઈબ્રેરીને સ્થાનિક પોલિસના માધ્યમથી આપશે. છાત્રાએ પાંચે કુરાનની પ્રતિની પહોંચ પણ કોર્ટમાં 15 દિવસની અંદર રજૂ કરવાની છે. તમને જણાવી દઈએ કે છાત્રા સામે રાંચીના પિથોરિયા પોલિસ સ્ટેશનમાં ફેસબુક પર વાંધાજનક સાંપ્રદાયિક કમેન્ટ માટે કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

છાત્રાની કરવામાં આવી હતી ધરપકડ

કેસ નોંધાયા બાદ પોલિસે આરોપી છાત્રાની ધરપકડ કરી લીધી હતી અને તેને જેલમાં મોકલી દીધી હતી. ત્યારબાદ લોકોએ છાત્રાની ધરપકડનો ઘોર વિરોધ કર્યો હતો. સ્થાનિક રાઈટ વિંગ હિંદુ સમાજના લોકોએ પોલિસની આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. શનિવારે આ લોકોએ પિથોરિયા પોલિસ સ્ટેશનની બહાર ધરણા કર્યા હતા. જો કે એસપી આશુતોષ શેખરે તેમને એ વાતનો ભરોસો આપ્યો હતો કે જલ્દી છાત્રાને છોડી મૂકવામાં આવશે ત્યારબાદ લોકોએ પોતાનુ પ્રદર્શન ખતમ કરી દીધુ.

આ પણ વાંચોઃ કર્ણાટકઃ 15 બાગી ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદોઆ પણ વાંચોઃ કર્ણાટકઃ 15 બાગી ધારાસભ્યો પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

English summary
Ranchi court orders girl too distribute copies of Quran girl says I am not happy with the decision.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X