For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ ગમે તેને મુખ્યમંત્રી બનાવે, અમે આપીશું સમર્થન: શિવસેના

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 ઓક્ટોબર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના એકલા સૌથી મોટા દળ તરીકે સામે આવ્યા બાદ પોતાના વલણમાં નરમી લાવતા શિવસેનાએ જણાવ્યું છે કે તેના પૂર્વ સહયોગી મહારાષ્ટ્રમાં જેને પણ મુખ્યમંત્રી પદ માટે ચૂંટશે, તેઓ તેને સમર્થન આપશે.

શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં એક સંપાદકીયમાં જણાવ્યું છે (લક્ષ્મી પૂજાના દિવસે) 'ફડનવીસે ગડકરી સાથે મુલાકાત કરી અને તેમના આશિર્વાદ લીધા. બાદમાં ગડકરીએ આરએસએસ પ્રમુખને મળીને તેમના આશિર્વાદ લીધા. આ તમામ આશિર્વાદ મહત્વના છે પરંતુ જનતાના આશિર્વાદ સર્વાધિક મહત્વપૂર્ણ છે. શિવસેના એવા કોઇ પણ વ્યક્તિનું સમર્થન કરવા માટે તૈયાર છે જે જનતાના આશિર્વાદથી મહારાષ્ટ્રને આગળ લઇ જશે.'

પાર્ટીએ જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી જોકે એટલા અનુભવી છે કે તેઓ રાજ્યને સંભાળી શકે છે પરંતુ અંતિમ નિર્ણય દિલ્હીમાં બેસેલા વરિષ્ઠ નેતાઓ જ કરશે.

મુખપત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે 'છેલ્લો નિર્ણય નવી દિલ્હીમાં બેસેલા દિગ્ગજો દ્વારા કરવામાં આવશે, માટે આના માટે રાજ્યના નેતાઓ માટે વિચારવાની કોઇ વાત જ નથી. ગડકરી રાજ્યને સારી રીતે જાણે છે અને તેમની પાસે મહારાષ્ટ્ર માટે વિકાસનો દ્રષ્ટિકોણ પણ છે. બીજી તરફ ફડનવીસની પાસે પ્રશાસનો અનુભવ નથી.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે ભાજપના ચૂંટણી જીતવા અને ભ્રષ્ટ કોંગ્રેસ તથા એનસીપીને સત્તાથી હટાવવા પર અમને ખુશી છે. આ બંને દળોના સત્તાથી હટવા પર અમને ફાયદો થશે.

shiv sena
ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષકો કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને જેપી નડ્ડા મુંબઇમાં 28 ઓક્ટોબર એટલે કે મંગળવારે યોજાવા જઇ રહેલી પાર્ટી વિધાયક દળોની બેઠકમાં સામેલ થશે અને રાજ્યના નવા મુખ્યમંત્રી ચૂંટશે. વિભાગોની વહેચણીને લઇને ભાજપ અને શિવસેનાની વચ્ચે હજી સુધી કોઇ વાતચીત નથી થઇ. હાલ શિવસેનાને પાર્ટી વિધાયક દળની બેઠક થવા સુધી સ્થિતિ વધુ સ્પષ્ટ થવા સુધી રાહ જોવી પડશે.

English summary
Further softening its stand after BJP emerged as the single largest party in the Maharashtra assembly polls, the Shiv Sena today said that it is ready to support any leader chosen by its estranged ally as the next Chief Minister of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X