For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટમાં રાહતના સમાચાર, 20 રાજ્યોમાં કોવિડ-19નો રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશથી વધુ

ભારતમાં કોરોના વાયરસ વિશે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોના વાયરસ વિશે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવ્યા મુજબ દેશના 20 રાજ્યોમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. વર્તમાનમાં દેશના કુલ દર્દીઓ ઠીક થવાનો દર 63 ટકા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે પરંતુ આ દરમિયાન મહામારીથી રિકવર થતા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આરોગ્ય મંત્રાલય તરફથી રાજેશ ભૂષણે કહ્યુ, રાષ્ટ્રીય સ્તરે મેમાં રિકવરી રેટ લગભગ 26 ટકા હતો, મેના અંત સુધી આ લગભગ 48 ટકા થઈ ગયો, જુલાઈ આવવા સુધી આ લગભગ 63 ટકા થઈ ગયો છે.

rajesh bhushan

રાજેશ ભૂષણે આગળ જણાવ્યુ કે કુલ કેસોમાંથી 86 ટકા કેસ માત્ર 10 રાજ્યો સુધી જ સીમિત છે. આમાંથી 2 રાજ્ય મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 50 ટકા કેસ છે અને 8 અન્ય રાજ્યોમાં 36 ટકા કેસ છે. આ ઉપરાંત માર્ચમાં પ્રતિદિવસ કેસો વધવાની ગતિ લગભગ 31 ટકા હતી, મેમાં તે 9 ટકા થઈ ગઈ, મેના અંત સુધી તે લગભગ 5 ટકા થઈ ગઈ. જો આપણે 12 જુલાઈના આંકડા જોઈએ તો આ 3.24 ટકા છે. આ સાથે જ રાજેશ ભૂષણે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોનાના કારણે થતા મોતની સંખ્યા 17.2 છે જ્યારે બીજા દેશોમાં આ ભારતથી 35 ગણુ છે.

રાજેશ ભૂષણે જણાવ્યુ કે ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કેસોની સંખ્યા 657 છે. આપણે દુનિયાના એ દેશોમાંથી છે જેમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના વાયરસના કેસ સૌથી ઓછા છે. તેમણે આગળ જણાવ્યુ કે વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર જો આપણે પ્રતિ 10 લાખ જનસંખ્યા પર 140 લોકોના ટેસ્ટ રોજ કરીએ તો આ કૉમ્પ્રેહેન્સિવ ટેસ્ટિંગ છે, ભારતમાં 22 રાજ્યો એવા છે જેમાં રોજ 10 લાખ જનસંખ્યા પર 140થી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

BSFએ 'ગ્રીનિંગ ધ નેશન' પ્રોગ્રામ હેઠળ આ શહેરમાં વાવ્યા 32 હજાર છોડBSFએ 'ગ્રીનિંગ ધ નેશન' પ્રોગ્રામ હેઠળ આ શહેરમાં વાવ્યા 32 હજાર છોડ

English summary
Recovery rate of COVID-19 patients in country 20 states, higher than national average.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X