For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરતી દેવીને 'આઈટમ' કહેવા પર કમલનાથ, ખરાબ લાગ્યુ હોય તો દુઃખ વ્યક્ત કરુ છુ

કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપ નેતા અને રાજ્યમંત્રી ઈમરતી દેવી પર કરેલી પોતાની 'આઈટમ'વાળી ટિપ્પણી પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભાજપ નેતા અને રાજ્યમંત્રી ઈમરતી દેવી પર કરેલી પોતાની 'આઈટમ'વાળી ટિપ્પણી પર દુઃખ વ્યક્ત કર્યુ છે. કમલનાથે કહ્યુ, 'જો કોઈને મારી ટિપ્પણી અપમાનજનક લાગી હોય તો હું દુઃખ વ્યક્ત કરુ છુ.' મીડિયા સાથે વાત કરતા કમલનાથે કહ્યુ, 'ભાજપને આજે એ અનુભવાઈ રહ્યુ છે કે તે હારી નથી રહ્યા પિટાઈ રહ્યા છે એટલા માટે આ બધુ કરીને ધ્યાન ભટકાવી રહ્યા છે. આ મધ્ય પ્રદેશમાં ચૂંટણી અસલી મુદ્દા 15 વર્ષના અને છેલ્લા 7 મહિનાના મુદ્દાથી લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશમાં લાગ્યા છે. ભાજપ આ બધુ કરીને મને વાસ્તવિક મુદ્દાઓથી વિચલિત કરવાની કોશિશમાં છે. ધ્યાન ભટકાવવા માટે કંઈ પણ બોલી દો. પરંતુ હું તેમને આમાં સફળ નહિ થવા દઉ.'

kamalnath

હું મહિલાઓનુ સમ્માન કરુ છુઃ કમલનાથ

કમલનાથે સફાઈ આપીને પોતાના બચાવમાં કહ્યુ, 'ભાજપ કહે છે, મે એક અપમાનજનક ટિપ્પણી કરી. કઈ ટિપ્પણી? હું મહિલાઓનુ સમ્માન કરુ છુ. જો કોઈને લાગતુ હોય કે આ અપમાનજનક છે તો હું દુઃખ વ્યક્ત કરુ છુ.' કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ સમગ્ર મામલે એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પત્ર લખ્યો હતો. જે બાદ સોમવારે(19 ઓક્ટોબર) સફાઈ આપતા ચૌહાણને કમલનાથે એક પત્ર લખ્યો છે. પત્રમાં કમલનાથે લખ્યુ, 'ડબરા રેલીમાં મે કોઈ અસમ્માનજનક ટિપ્પણી નથી કરી, તેમછતાં ભાજપે ખોટુ બોલ્યુ અને જે શબ્દનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો, તેના ઘણા અર્થ છે પરંતુ તમારી અને તમારી પાર્ટીના વિચારોમાં ખોટ હોવાના કારણે તમને તે અપમાનજનક લાગી રહ્યુ છે. તમે(ભાજપ) બસ જનતાને ભટકાવવાની કોશિશ કરી રહ્યા છો.

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં પેટા ચૂંટણી માટે કમલનાથે એક રેલીમાં મધ્ય પ્રદેશના મહિલા અને બાળ વિકાસ મંત્રી ઈમરતી દેવીને આઈટમ કહ્યા હતા. આ મામલે ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ત્યારબાદ મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ કમલનાથ પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો. રવિવારે ભાજપ નેતાઓએ કમલનાથ સામે ઑનલાઈન ફરિયાદ કરી હતી. કમલનાથના નિવેદનના વિરોધમાં શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે બે કલાકના મૌન ઉપવાસ રાખ્યા હતા.

ભારતીય મૂળની અમેરિકી કિશોરીનો કમાલ, કોરોનાની સંભવિત દવા માટે 25000 ડૉલર જીત્યાભારતીય મૂળની અમેરિકી કિશોરીનો કમાલ, કોરોનાની સંભવિત દવા માટે 25000 ડૉલર જીત્યા

English summary
Regret if my comment hurt someone says Kamal Nath on 'item' jibe for Imarti Devi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X