• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેમડેસિવિર : ગુજરાત સહિત ભારતમાં આ દવાની અછત કઈ રીતે સર્જાઈ

By BBC News ગુજરાતી
|

"મારું નામ માધુરી છે. અહીં મેડિકલની દુકાન પર સવાર વાગ્યાથી લાઇન લાગી છે. 10 વાગ્યે દુકાન પર નોટિસ લગાવીને જણાવી દેવાયું કે અહીં રેમડેસિવિર નથી. મારા સસરા હૉસ્પિટલમાં છે અને ડૉક્ટરે કહ્યું છે કે રેમડેસિવિર લાવો, ત્યારે જ લગાવી શકાશે. હૉસ્પિટલવાળા દરદી પાસેથી જ મને ફોન કરાવીને પુછાવી રહ્યા છે કે દવા મળી કે નહીં? હું શું કરું?"

પૂણેના માધૂરીના સસરા કોવિડ સેન્ટરમાં દાખલ છે અને તેમને રેમડેસિવિરની જરૂર છે.

માધૂરીની જેમ જ ઘણા લોકો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કોરોનાની સારવાર કામ લાગતી ઍન્ટી વાઇરલ દવા રેમડેસિવિર ખરીદવા માટે લાંબીલાંબી કતારો લગાવી પોતાનો વારો આવવાની રા જોઈ રહ્યા છે. જોકે, આમાંથી મોટા ભાગના લોકોને વીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે.

વિશ્વઆખામાં કોવિડ-19ના સંક્રમણના કેસમાં સોમવારે ભારતે બ્રાઝિલને પાછળ છોડી દીધું. ગત 24 કલાકમાં દેશમાં એક લાખ 68 હજારથી વધુ મામલા નોંધાયા અને 900થી વધારે લોકોનાં મૃત્યુ થયાં.

એવામાં રેમડેસિવિરની અછતને જોતાં ભારતે રવિવારે આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.


રેમડેસિવિરની અછત કેમ સર્જાઈ?

ભારત જ્યારે કોરોના વાઇરસની બીજી લહેર સામે લડી રહ્યું છે અને કોરોનાના કેસે ગત વર્ષના સપ્ટેમ્બર (કોરોનાની પ્રથમ લહેર)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે ત્યારે દેશમાં રેમડેસિવિરની અછત સર્જાવાનું કારણ શું છે?

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગત ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રેમડેસિવિર ઓછી કે લગભગ ન બરોબર માગ હતી એટલે આનું ઉત્પાદન અટાકવી દેવાયું હતું.

સ્પષ્ટ છે કે ત્રણ મહિના સુધી ઉત્પાદન ન બરાબર થવું આ દવાના પુરવઠાની ઘટ પાછળનું મોટું કારણ છે. ભારતમાં સાત કંપનીઓ (માયલેન, હેટ્રો હેલ્થ કૅર, જુબલિયન્ટ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ્ લૅબ, સન ફાર્મા અને ઝાયડસ) રેમડેસિવિરનું ઉત્પાદન કરે છે.

હવે કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં લોકો મોટા પ્રમાણમાં રેમડેસિવિર ખરીદી રહ્યા છે અને સંગ્રણ પણ કરી રહ્યા છે.

https://www.youtube.com/watch?v=Uw_oe4-QTb8&feature=emb_title

ગત શુક્રવારે ગુજરાતમાં સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે તેઓ રેમડેસિવિરના 5000 ઇન્જેક્શનો જરૂરીયાતવાળા લોકોને વહેંચશે. એ બાદ સુરતસ્થિત ભાજપના કાર્યાલય પર લોકોની લાંબી કતારો લાગી અને આ વાતની ભારે ટીકા પણ થઈ.

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહાસચિવ ડૉક્ટર રવિ વાનખેડકરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે ગત એક વર્ષમાં અમે જોયું કે જો કોઈ કોરાનાથી સંક્રમિત દરદીના પ્રારંભિક દિવસોમાં રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્થિતિ ગંભીર બનતા અટકાવી શકાય છે."

તેઓ કહે છે, "રેમડેસિવિરની અછત સર્જાવા પાછળનું કારણ ડૉક્ટરો દ્વારા વગર વિચાર્યે સૌને રેમડેસિવિર લેવાની સલાહ આપવી પણ છે. હકીકતમાં આને માત્ર મધ્યમ કે ગંભીર સંક્રમણમાં જ આપવી જોઈએ. પણ કેટલાય ડૉક્ટરો વિચાર્યા વગર જ આ દવા લખી રહ્યા છે."

ડૉક્ટર રવિના અનુસાર, "દવાની અછતનું એક કારણ એ પણ છે કે બીજી લહેરમાં સંક્રમણ નાનાં ગામોમાં પહોંચી ગયું છે. અહીં લોકો જે નાના ડૉક્ટરો કે એમ કહું કે નૉન-એમબીબીએસ ડૉક્ટરોને બતાવી રહ્યા છે તે પણ રેમડેસિવિરની સલાહ આપી રહ્યા છે."

"આજ કારણ છે કે માગ આટલી બધી વધી ગઈ છે કે લોકોએ હજારો રૂપિયામાં એક ડોઝ ખરીદ્યો છે."


રેમડેસિવિરની અછતને કાબૂમાં કરવા માટે શું થઈ રહ્યું છે?

ફાર્માસ્યુટિકલ વિભાગના રેમડેસિવિર બનાવનારી કંપનીઓ પાસેથી 38 લાખ વાઇલ (દવાની શીશી)નું ઉત્પાદન કરવા માટે કહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિર કોને આપવામાં આવશે એ અંગેના નવા નિયમો જાહેર કર્યા છે. વિભાગ દ્વારા એક ફૉર્મ જાહેર કરાયો છે. તેમાં દરદીનું ઑક્સિજન લેવલ, તાવ સહીતની જરૂરી જાણકારી ભરવી પડશે.

તેના પર હૉસ્પિટલના ઇન્ચાર્જે સહી કરવી પડશે અને ત્યારે જ રેમડેસિવિર આપવામા આવશે.

દવાની કાળાબજારી ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિરની કિંમતો પણ નક્કી કરી છે. હૉસ્પિટલમાં અત્યારે 100 એમજીની શીશીની કિંમત 2,240 રૂપિયા હશે. તો કૅમિસ્ટની દુકાન પર આ કિંમત 2,360 રૂપિયા હશે.https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Remedivir: How did this drug shortage occur in India, including Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X