For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્કમ ટેક્સ વિભાગે HRA છુટ પર નિયંત્રણ લાદ્યું

|
Google Oneindia Gujarati News

income-tax-logo
નવી દિલ્હી, 22 ઓક્ટોબર : ઇન્કમ ટેક્સ વિભાગે સેલરીડ ટેક્સ પેયર્સની સામે નવી ડિમાન્ડ રજૂ કરી છે. આ માંગણી મુજબ જો સેલરીડ ટેક્સ પેયર્સ ભાડાના મકાનમાં રહે છે, તો તેમણે એચઆરએ એક્ઝમ્પ્શન ક્લેમ કરવા માટે મકાન માલિકનો પેન નંબર આપવો પડશે. આ નિયંત્રણમાં રાહતની બાબત એ છે કે જે લોકો વાર્ષિક એક લાખ રૂપિયા કરતા ઓછું ભાડું ચૂકવતા હશે તેમણે પેન નંબર આપવાની જરૂર નહીં રહે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ આ મુદ્દે પાછલા સપ્તાહે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર અનુસાર જો લેન્ડલોર્ડ એટલે કે મકાન માલિકનો પેન નંબર ના હોય તો રિટર્ન ભરનારે મકાન માલિકના નામ અને સરનામા સાથે આ બાબતનું ડિક્લેરેશન આપવું પડશે.

અત્યાર સુધી નિયમ એવો હતો કે જ્યાં સુધી મકાનનું માસિક ભાડું 15000 રૂપિયાથી ઓછું હોય તેમણે મકાન માલિકનો પેન નંબર આપનાની જરૂર રહેતી ન હતી. નવા નિયમ અનુસાર આ લિમિટ ઘટાડીને માસિક 8,333 કરવામાં આવી છે. આ લિમિટથી વધારે ભાડું ચૂકવનારાઓએ પેન આપવો ફરજિયાત બનશે.

ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સીબીડીટી સાથે મળીને આ કવાયત એવા સેલરીડ પ્રોફેશનલ્સ માટે હાથ ધરી છે જેઓ કરમાં લાભ મેળવવા માટે નકલી ભાડા ચિઠ્ઠી રજૂ કરતા આવ્યા છે. આ જોગવાઇ માત્ર ટીડીએસ કપાવનારાઓ માટે લાગુ પડશે.

English summary
Rent over 1 lakh must need landlord pan number : Income tax department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X