For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમારા સૈનિકોએ નથી કાપ્યા પાક. જવાનોના મસ્તક: એન્ટની

|
Google Oneindia Gujarati News

a k antony
નવી દિલ્હી, 31 જાન્યુઆરી: રક્ષામંત્રી એ. કે. એન્ટનીએ નિયંત્રણ રેખા પર છેલ્લા દોઢ દાયકામાં ભારતીય સૈનિકો દ્વારા 12 પાકિસ્તાની સૈનિકોના ગળા કાપીને પડોશી દેશના દાવાને આજે સંપૂર્ણરીતે નકારી નાખ્યો છે. અંગ્રેજી દૈનિકે પાકિસ્તાની દ્વારા સંયુક્ત રાષ્ટ્રના સમૂહને કરવામાં આવેલી ફરિયાદને આધાર બનાવી માહિતી આપી છે કે 15 વર્ષમાં ભારતીય સૈનિકોએ 12 પાકિસ્તાની સૈનિકોના ગળા કાપી મારી નાખ્યા અને 29 નાગરિકોની પણ હત્યા પણ કરી.

સેનાએ આ રિપોર્ટનો ગઇકાલે પૂરજોરમાં ખંડન કરતા જણાવ્યું હતું કે તે સંપૂર્ણ વ્યાવસાયિકરીતે કાર્ય કરે છે અને તે ફૌજી નીતિ નિયમોની સામે કોઇ કામ નથી કરતી. સેનાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ પણ 1998 બાદથી આજ સુધી અંદરોઅંદર થયેલી બેઠક દરમિયાન આ પ્રકારની ઘટનાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી, અને તે એ વાતની સાક્ષી પૂરે છે કે અહેવાલમાં સેના પર લાગેલા આરોપ ખોટા છે. આ રિપોર્ટ તરફ ધ્યાન ધ્યાન કેન્દ્રીત કરવા પર એન્ટનીએ તેને સંપૂર્ણ રીતે પાયાવિહોણો આરોપ ગણાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીના રોજ એલઓસી પર ભારતીય જવાનોની ફાયરિંગમાં પાકિસ્તાની જવાનનું મોત થયું હતું. ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની જવાનોએ નિયંત્રણ રેખામાં ઘુસીને બે ભારતીય જવાનોની કરપીણ હત્યા કરી દીધા બાદ મામલો જોરદાર ચગ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી બંને દેશોની આરમી એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન એ માનવા માટે તૈયાર નથી કે તેમના જવાનોએ ભારતીય જવાનોની હત્યા કરી હોય.

English summary
A report that Indian soldiers had tortured and decapitated Pakistani troops along the LoC was baseless, Defence Minister AK Antony said Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X