Republic Day: કર્તવ્ય પથ પર જોવા મળશે ભારતનું 'શૌર્ય'! રાષ્ટ્રપતિ ક્યારે ફરકાવશે તિરંગો, શું છે પરેડનો સમય?
Republic Day 2026 Flag Hoisting Timings: આજે ભારત તેની લોકશાહી યાત્રાનું વધુ એક ગૌરવશાળી પ્રકરણ લખી રહ્યું છે. સમગ્ર દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ અને ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણ અમલમાં આવ્યું તેની યાદમાં દર વર્ષે આ રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવે છે.
આ અવસરે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના કર્તવ્ય પથ (Kartavya Path) પર મુખ્ય રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને વિકાસ યાત્રાની ભવ્ય ઝલક જોવા મળશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) સમારોહનું નેતૃત્વ કરશે, જ્યારે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત છે.
26 January Flag Hoisting: શું છે ધ્વજવંદનનો સમય?
પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત PM નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક (National War Memorial) પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે. ત્યારબાદ ઔપચારિક રીતે રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સવારે 10:00થી 10:30 વાગ્યાની વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ધ્વજવંદન બાદ તરત જ રાષ્ટ્રગીત ગાવામાં આવશે અને 21 તોપોની સલામી આપવામાં આવશે, જે આ સમારોહની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.
Republic Day Parade 2026 Time: સવારે 9:30 વાગ્યે શરૂ થશે પરેડ
પ્રજાસત્તાક પર્વની પરેડ સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. દર્શકો માટે પ્રવેશદ્વાર સવારે 7:00 વાગ્યાથી ખોલી દેવામાં આવશે. આ વર્ષની પરેડમાં કુલ 6,065 સહભાગીઓ સામેલ થશે. પરેડનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ ભવનીશ કુમાર કરશે. સમારોહની ભવ્યતા વધારવા માટે 12 મિલિટરી બેન્ડ અને 8 પાઈપ બેન્ડ પરેડનો હિસ્સો બનશે, જે દેશભક્તિના સૂરથી વાતાવરણને ગુંજાવી દેશે.
30 ઝાંખીઓમાં જોવા મળશે ભારતની સાંસ્કૃતિક અને વિકાસ યાત્રા
આ વર્ષની પરેડમાં કુલ 30 ઝાંખીઓ (Tableaux) રજૂ કરવામાં આવશે. જેમાંથી 17 ઝાંખીઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હશે, જ્યારે 13 ઝાંખીઓ વિવિધ મંત્રાલયો, વિભાગો અને સેવાઓની હશે. આ ઝાંખીઓ દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતા, વિકાસલક્ષી સિદ્ધિઓ, સામાજિક યોજનાઓ અને રાષ્ટ્રીય સિદ્ધિઓને કર્તવ્ય પથ પર જીવંત રીતે પ્રદર્શિત કરવામાં આવશે.
ઘેર બેઠા આ રીતે જુઓ પ્રજાસત્તાક પર્વનો સમારોહ
જે લોકો કર્તવ્ય પથ પર જઈને પરેડ જોઈ શકતા નથી, તેઓ ઘરે બેઠા લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સમારોહનો આનંદ માણી શકે છે. સીધું પ્રસારણ અહીં ઉપલબ્ધ હશે.
- દૂરદર્શન (DD National)
- દૂરદર્શનની YouTube ચેનલ
- ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) ની YouTube ચેનલ
- અન્ય મુખ્ય ટીવી ન્યૂઝ ચેનલો
દર્શકો માટે એન્ટ્રી ટિકિટ ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમથી ઉપલબ્ધ છે, જેની કિંમત 20 રૂપિયાથી 100 રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.
ઘર, શાળા અને ઓફિસમાં ધ્વજવંદનનો યોગ્ય સમય
જો તમે તમારા ઘર, સોસાયટી, શાળા કે ઓફિસમાં ધ્વજવંદનનું આયોજન કરી રહ્યા હોવ, તો તેના માટે સવારે 8:00થી 11:00 વાગ્યા વચ્ચેનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. નિયમો અનુસાર, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલા રાષ્ટ્રધ્વજ ફરકાવવો ફરજિયાત છે.
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દિવસ માત્ર બંધારણ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાનો અવસર નથી, પરંતુ એકતા, અખંડિતતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાનું પ્રતીક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
