Republic Day Violence: દિલ્હી પોલીસે લખબીર સિંહના માથે 1 લાખનું ઈનામ રાખ્યું

Republic Day Violence: દિલ્હી પોલીસે લખબીર સિંહના માથે 1 લાખનું ઈનામ રાખ્યું

દેશની રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે થયેલી હિંસાને લઈ દિલ્હી પોલીસ હજી પણ કેટલાય આરોપીઓની તલાશ કરી રહી છે. આ આરોપીઓમાંથી એક છે લખબીર સિંહ ઉર્ફ લક્ખા સિધાના, જેની પોલીસ તલાશ કરી રહી છે અને હવે લખબીર સિંહના માથે પોલીસે 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જણાવી દઈએ કે લખબીર સિંહની તલાશમાં દિલ્હીની ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલની ટીમો લાગી છે. લખબીરની તલાશમાં પંજાબ, હરિયાણા અને દિલ્હી એનસીઆરમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે.

delhi police

લખબિર સિંહનો ક્રિમિનલ રેકોર્ડ

જણાવી દઈએ કે લક્ખા સિધાના ખુદને એક સામાજિક કાર્યકર્તા જણાવે છે, પરંતુ એક સમયે તેમના પર 26 કેસ નોંધાયેલા હતા. આ કેસમાં મર્ડર, અપહરણ જેવા કેટલાય જઘન્ય અપરાધ સામેલ છે. જેમાં એક ગેંગસ્ટર એક્ટનો મામલો પણ છે. આ ઉપરાંત લખબીર સિંહ પર આર્મ્સ એક્ટનો પણ કેસ નોંધાયેલો છે.

હાલમાં જ દીપ સિદ્ધૂની ધરપકડ થઈ હતી

જણાવી દઈએ કે 26 જાન્યુઆરીએ દિલ્હીના આઈટીઓ ચોક અને લાલ કિલ્લા પરિસરમાં થયેલી હિંસાને લઈ અત્યાર સુધી 150થી વધુની ધરપકડ થઈ ચૂકી છે. હાલમાં જ દિલ્હી પોલીસે હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધૂની ધરપકડ કરી હતી. દીપ સિદ્ધૂ બાદ અન્ય એક આરોપી ઈકબાલ સિંહની પણ ધરપકડ થઈ ચૂકી છે. શનિવારે પોલીસ આ બંનેને લઈને લાલ કિલ્લે પણ ગઈ હતી. જણાવી દઈએ કે આ બંને પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમ્યાન હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X