For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનામત: ઑપન કૅટેગરીમાં SC-ST-OBC ઉમેદવારોની ભરતી અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમે એક કેસના નિર્ણય સમયે અવલોકન કર્યું હતું કે સરકારી નોકરીઓમાં સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ તમામ વર્ગો માટે ઉપલબ્ધ છે. લાઇવલો વેબસાઇટ અનુસાર કોર્ટે તેના અવલોકનમાં કહ્યું કે અનામત શ્રેણીના ઉમેદવારો મેરિટના આધાર

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસના નિર્ણય સમયે અવલોકન કર્યું હતું કે સરકારી નોકરીઓમાં સામાન્ય શ્રેણીની ખાલી જગ્યાઓ તમામ વર્ગો માટે ઉપલબ્ધ છે.

લાઇવલો વેબસાઇટ અનુસાર કોર્ટે તેના અવલોકનમાં કહ્યું કે અનામત શ્રેણીના ઉમેદવારો મેરિટના આધારે જનરલ કૅટેગરીની જગ્યા માટે પણ લાયક છે.

જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, એસ. રવિન્દ્ર ભટ અને ઋષિકેશ રોયએ નિર્ણયમાં કહ્યું કે ઉપરોક્ત સિદ્ધાંતને બિન-અનમાત વર્ગની જગ્યાઓમાં હૉરિઝોન્ટલ રિઝર્વેશન (સમાંતર અનામત)માં ભરતી વખતે ઉપયોગમાં લેવાવો જોઈએ.

કેટલીક હાઈકોર્ટ દ્વારા અગાઉ એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે સમાંતર અનામત ભરતીમાં અનામત શ્રેણીના ઉમેદવારોને માત્ર અનામત શ્રેણીની જગ્યામાં જ ભરતી કરી શકાય છે અને બિન-અનામત વર્ગમાં ન કરી શકાય.

ઉત્તર પ્રદેશમાં પોલીસ કૉન્સ્ટેબલની 41,610 જગ્યાની ભરતીમાં હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા વિશે વિવાદ થતા કેસ કોર્ટમાં પહોંચ્યો હતો.


ગુજરાત હાઈકોર્ટનો સિદ્ધાંત યોગ્ય

મહિલાઓ

આ કેસમાં મિ. સોનમ તોમર અને મિ. રીટા રાની જેમણે પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો તેમણે દાવો કર્યો હતો કે તેઓ ઓબીસી મહિલા અને એસસી મહિલા ઉમેદવારો છે પરંતુ તેમને જનરલ કૅટેગરીની મહિલા ઉમેદવારોની જગ્યા માટે લાયક નથી ગણવામાં આવ્યાં. જેથી તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કેટલીક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના અગાઉના કેટલાક ચૂકાદાનો પણ સંદર્ભ આપ્યો હતો. જેમાં સમાંતર (હૉરિઝોન્ટલ રિઝર્વેશન) અનામત (અનામતની શ્રેણીમાં પણ આવતું અનામત) અને વર્ટિકલ (એસટી, એસસી અને ઓબીસી અનામત) સંબંધિત કેસો પર નિર્ણયો આવ્યા હતા.

લાઇવલો વેબસાઇટ અનુસાર પીઠે નોંધ્યું કે બિન-અનામત વર્ગ માટે કોઈ પણ વર્ગ-શ્રેણીનો ઉમેદવાર લાયક છે એ સિદ્ધાંત બેસાડવામાં આવી ચૂક્યો છે. વળી એ પણ સ્વીકૃત થયું છે કે અનામત વર્ગનો ઉમેદવાર તેના મેરિટના આધારે બિન-અનામત શ્રેણીમાં જગ્યા મેળવવા લાયક છે. તેમની પસંદગીને અનામત શ્રેણીના ક્વૉટાની વિરુદ્ધમાં ન ગણી શકાય.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, બૉમ્બે, ઉત્તરાખંડ અને ગુજરાતની હાઈકોર્ટે આ પ્રકારના જ નિર્ણયો ભૂતકાળમાં આપી ચૂકી છે. જેમાં તેમણે ઉપરોક્ત સિદ્ધાંતને અપનાવ્યો હતો.

પરંતુ અલાહાબાદ હાઈકોર્ટે અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તેનાથી વિપરિત નિર્ણયો આપ્યા.

મહિલા

તેમણે આપેલા એક બીજા અભિપ્રાય અનુસાર અનામત વર્ગના ઉમેદવારને બિન-અનામત શ્રેણીની જગ્યા માટે લાયક ન ગણી શકાય. અને તેમને તેમની જ શ્રેણીમાં દાખલ કે ભરતી શકાય.

પરંતુ આ બીજા અભિપ્રાયને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટનું કહેવું છે કે જો મહિલા ઉમેદવારની જનરલ કૅટેગરીમાં આખરી ઉમેદવારનું મેરિટ અનામત વર્ગની ઉમેદવાર કરતા ઓછું હોય તો પછી આ અભિપ્રાયના આધારનો અર્થ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઑપન કૅટેગરી તમામ માટે ઉપલબ્ધ છે તે કોઈ પણ સમુદાય કે જાતિ માટે ખાસ આરક્ષિત નથી. તે માત્રને માત્ર મેરિટના આધારે જ ભરી શકાય છે.

વળી સુપ્રીમ કોર્ટે મહિલા આરક્ષણ મામલે વર્ટિકલ અને હૉરિઝોન્ટલ રિઝર્વેશનની યોગ્ય અને સાચી રીત મામલે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણથી બિન-અનામત વર્ગમાં જગ્યા મળવા મામલે મેરિટ ધરાવતી મહિલા ઉમેદવારોને સાંકળતી બાબતમાં નિર્ણય આપ્યો છે.

જેમાં કોર્ટે કહ્યું કે મહિલા મેરિટ સાથે જનરલ કૅટેગરીમાં સ્થાન મેળવી શકે છે. ભલે તે કોઈ પણ અનામત વર્ગમાંથી હોય. તેઓ જનરલ વર્ગમાં જાય તેનાંથી અનામત વર્ગની શ્રેણીમાં ખાલી પડતી બેઠકોને અનામત વર્ગની ઉમેદવારથી જ ભરવી જોઈએ.


"જનરલ કૅટેગરીમાં કોઈ અનામત નથી"

અનામત માગતા લોકો

સુપ્રીમ કોર્ટની પીઠે ગુજરાત હાઈકોર્ટે તમન્નાબેન અશોકભાઈ દેસાઈ કેસમાં આપેલા ચુકાદાનો 56મો ફકરો વાંચતા કહ્યું કે તેમાં વર્ટિકલ અને હૉરિઝોન્ટલ અનામત માટેની સાચી અને યોગ્ય જ પ્રક્રિયા અનુસરાઈ છે.

અત્રે નોંધવું કે 5મી ઑગસ્ટે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની પીઠે ગુજરાત સરકારના 1 ઑગસ્ટ-2018ના ઠરાવને રદ કરી દીધો હતો. અને મહિલા અનામત મામલે જાતિગત આરક્ષણ શ્રેણીના ઉમેદવાર માટે જનરલ કૅટેગરીમાં પ્રવેશ-ભરતી માટેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.

કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે એક કૅટેગરીની મહિલા બીજી કૅટેગરીની મહિલા સાથે સ્પર્ધાં ન કરી શકે પરંતુ જેઓ ટોપર્સ હોય તેમની પાસે જનરલ ક્વૉટામાં જવાની તક છે.

કોર્ટે કહ્યું હતું, "જનરલ કૅટેગરીમાં કોઈ અનામત નથી. જનરલ કૅટેગરીમાં મહિલા માટે હૉરિઝોન્ટલ અનામત ઉપલબ્ધ છે જે કોઈ પણ વર્ગની મહિલા કોઈ પણ જાતિની હોય તેનાં માટે ઉપલબ્ધ છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=QTDdbcc5-mc

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Reservation: What did the Supreme Court say about the recruitment of SC-ST-OBC candidates in the open category?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X