NMC બિલના વિરોધમાં દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર આજે હડતાળ પર
કેન્દ્ર સરકારના નેશનલ મેડીકલ કમિશન બિલના વિરોધમાં આજે દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર હડતાળ કરશે. આ બધા ડૉક્ટર આજે સવારે 8 વાગ્યાથી હડતાળ પર રહેશે.
કેન્દ્ર સરકારના નેશનલ મેડીકલ કમિશન બિલના વિરોધમાં આજે દેશભરના રેસિડેન્ટ ડૉક્ટર હડતાળ કરશે. આ બધા ડૉક્ટર આજે સવારે 8 વાગ્યાથી હડતાળ પર રહેશે. આ તમામ ડૉક્ટર આજે હોસ્પિટલમાં કાર્યનો બહિષ્કાર કરશે અને ઓપીડીમાં નહિ જાય. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ પહેલા બુધવારે પણ દેશભરના લગભગ ત્રણ લાખ ડૉક્ટર હડતાળ પર હતા. જો કે ડૉક્ટર ગંભીર દર્દીઓને ઈમરજન્સી સેવા આપી રહ્યા છે પરંતુ ઓપીડી અને સામાન્ય કાર્યનો સંપૂર્ણપણે બહિષ્કાર કરી રહ્યા છે.

બુધવારે ડૉક્ટરોની હડતાળના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશને એનએમસી બિલને ગરીબ વિરોધી ગણાવ્યુ છે. તેમનુ કહેવુ છે કે આ બિલ પાસ થઈ જવાથી મેધાવી છાત્રોનું ડૉક્ટર બનવાનુ સપનુ તૂટી જશે. આ બિલમાં 50 ટકા સીટોનો પ્રવેશ ખુલ્લા બજાર અનુસાર આપવાની જોગવાઈ છે. એટલુ જ નહિઆ બિલ પાસ થઈ જવાથી મેડીકલનો અભ્યાસ અને મેડીકલનું કામ મોંઘુ થઈ જશે.
આઈએમએના બિહાર અધ્યક્ષ ડૉક્ટર શાલિગ્રામ વિશ્વકર્મા અને સચિવ ડૉક્ટર બ્રજનંદન કુમારે કહ્યુ કે ડૉક્ટરોનું આંદોલન સફળ રહ્યુ અને અમે તમામ ડૉક્ટરોને આના માટે આભાર માનીએ છઈએ. તેમણે કહ્યુ કે જૂનિયર ડૉક્ટર તેમજ છાત્રોનું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આ બિલને પાછુ ન લઈ લે. આઈએમએનું કહેવુ છે કે આ બિલ પાસ થવાથી હકીમ હાડવૈદોને પ્રોત્સાહન મળશે જેનાથી લોકોના જીવને જોખમ થઈ શકે છે. બિલમાં કમ્યુનિટી હેલ્થ પ્રોવાઈડરને યોગ્ય રીતે પરિભાષિત કરવામાં આવ્યુ નથી.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain




Click it and Unblock the Notifications
