For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ચીનને ક્લિન ચીટ આપ્યા બાદ સેનાના દિગ્ગજોમાં આક્રોશ

પીએમ મોદીએ ચીનને ક્લિન ચીટ આપ્યા બાદ સેનાના દિગ્ગજોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય અને ચીની સૈનિકોની લદ્દાખની ગલવાન ઘાટીમાં અથડામણ મુદ્દે ચર્ચા માટે બોલાવવામાં આવેલી એક સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે(19 જૂન) કહ્યુ કે ના ત્યાં કોઈએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે અને ના આપણી કોઈ પોસ્ટ કોઈ બીજાના કબ્જામાં છે. તેમણે કહ્યુ કે લદ્દાખમાં આપણા 20 જવાન શહીદ થયા પરંતુ જેમણે ભારત માતાની જેમ આંખ ઉઠાવીને જોયુ હતુ તેમને સબક શીખવાડીને ગયા. તેમણે કહ્યુ કે સેનાને યોગ્ય પગલા લેવાની આઝાદી આપવામાં આવી છે.

સેનાને જરૂરી પગલા લેવાની આઝાદી

સેનાને જરૂરી પગલા લેવાની આઝાદી

PM મોદીએ સર્વપક્ષીય બેઠકની શરૂઆતમાં સ્પષ્ટ કર્યુ કે ત્યાં આપણી સીમામાં કોઈ ઘૂસ્યુ નથી અને ના આપણી કોઈ ચોકી બીજાના કબ્જામાં છે. આ નિવેદન અનુસાર તેમણે નેતાઓને આશ્વાસન આપ્યુ કે સશસ્ત્ર બળ દેશની સુરક્ષા માટે તૈયાર છે અને કોઈ કસર નથી છોડી રહ્યુ. તેમણે ઉમેર્યુ કે એક તરફ સેનાને જરૂરી પગલા લેવાની આઝાદી આપવામાં આવી છે તેમજ ભારતે કૂટનીતિની રીતે ચીનને પોતાના વલણથી સ્પષ્ટ રીતે અવગત કરાવી દીધા છે.

શું ભારતે હવે ગલવાન ઘાટી ચીનને સોંપી દીધી?

પ્રધાનમંત્રીની આ ચોંકાવનારી ટિપ્પણીઓ બાદ ઘણા લોકોએ પૂછ્યુ કે શું ભારતે હવે ગલવાન ઘાટી ચીનને સોંપી દીધી છે. વળી, બીજી તરફ સેનાના ઘણા દિગ્ગજોએ પીએમ મોદીના આ નિવેદન પર નારાજગી દર્શાવી છે. લેફ્ટનન્ટ જર્નલ (રિટાયર્ડ) રામેશ્વર રૉયે ટ્વિટકર્યુ, 'આજે ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ દિવસ છે!! હું મારા ત્રણ સ્ટાર્સનો આભાર માનુ છુ કે મારો દીકરો સેનામાં નથી.' ચીન વિશે સૌથી પહેલા લખનારા કર્નલ અજય શુકલાએ ટ્વિટમા લખ્યુ, 'શું મે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટીવી પર ચીન-ભારતીય સીમાને ફરીથી જોતા જોયા? મોદીએ કહ્યુ કે કોઈએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ નથી કર્યો. શું તેમણે ચીનની ગલવાન નદી ઘાટી અને ફિંગર્સને પેંગોંગ ત્સોમાં 4-8થી જીત અપાવી છે - બંને એલએસીના આપણી તરફ - અને જ્યાં હવે ચીની સૈનિક બેસે છે.'

'મોદીએ ટોપી લગાવી'

લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) પ્રકાશ મેનને ટ્વિટર પર લખ્યુ, મોદીએ ટોપી લગાવી અને કહ્યુ કે કંઈ થયુ નથી(ક્ષેત્રીય નુકશાનના સંદર્ભમાં કંઈ પણ થયુ નથી). હે ભગવાન! શું દેશદ્રોહના કેસ માટે તેમનો કેસ ચાલી રહ્યો છે કારણકે તેમણે માત્ર ચીનના વલણનુ પુનરાવર્તન કર્યુ છે. કાનૂની/બંધારણીય સ્થિતિ શું છે. મદદ! આ ઉપરાંત ટ્વિટર પર અન્ય ઘણા યુઝર્સ પીએમ મોદીના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વળી, ટ્વિટર પર #MOdiSurrendersToChina અને #ModiSurrendersGalwanValley પણ ટૉપ ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે.

PM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગારPM મોદીએ લૉન્ચ કર્યુ 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન', શ્રમિકોને મળશે રોજગાર

English summary
Retired army officer angry after pm modi gave clean cheal to china over ladakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X