વીડિયોમાં વહુને ઢસડતા દેખાયા રિટાયર્ડ જજ, પહેલા દીકરાએ મારી પછી ઢસડી
મદ્રાસ અને આંધ્ર પ્રદેશની હાઈકોર્ટમાંથી પાંચ મહિના પહેલા રિટાયર્ટ થઈ ચૂકેલા ન્યાયાધીશ નૂતી રામ મોહન રાવ, તેમની પત્ની અને પુત્ર સામે હૈદરાહાદ પોલિસે એક કેસ નોંધ્યો છે.
મદ્રાસ અને આંધ્ર પ્રદેશની હાઈકોર્ટમાંથી પાંચ મહિના પહેલા રિટાયર્ટ થઈ ચૂકેલા ન્યાયાધીશ નૂતી રામ મોહન રાવ, તેમની પત્ની અને પુત્ર સામે હૈદરાહાદ પોલિસે એક કેસ નોંધ્યો છે. તેમના પર કથિત રીતે વહુને પરેશાન કરવાનો અને મારવા-પીટવાનો આરોપ છે. જો કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પીડિત વહુ એમ સિંધુ શર્માના પરિજનોએ 20 એપ્રિલ 2019નો વીડિયો જારી કર્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છે કે પૂર્વ જસ્ટીસ રાવના પુત્ર એન વશિષ્ઠ પોતાની પત્ની સિંધુને ચર્ચા કરવા દરમિયાન મારતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે રાવ અને તેમની પત્ની દુર્ગા જયલક્ષ્મી પણ ત્યાં પહોંચે છે. દુર્ગા કેસમાં હસ્તક્ષેપ કરીને લડાઈ રોકવાની કોશિશ કરી રહી છે. જ્યારે વશિષ્ઠ પોતાની પત્ની સિંધુને ઘૂંસા અને લાફા મારતો દેખાઈ રહ્યો છે.
રિટાયર્ડ જસ્ટીસ પોતાની વહુનો હાથ ખેંચીને સોફા પર ધકેલતા જોવા મળી રહ્યા છે. પીડિત સિંધૂ શર્માના પિતાનુ કહેવુ છે કે તેમણે દીકરીના સાસરિયા પક્ષ સામે આઈપીસીની ધારા 498એ, 323 ડીપી અધિનિયમ 4 અને 6 હેઠળ કેસ નોંધાવ્યો છે. પીડિતાના પિતા એમવી શર્માએ જણાવ્યુ કે દીકરીના સાસરિયાવાળાએ મારપીટ કર્યા બાદ પોતે જ અપોલો હોસ્પિટલમાં ભરતી કરાવી દીધી. તેની પીઠ, છાતી અને હાથ પર ઈજાના નિશાન છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની દીકરીને માનસિક રીતે અસ્વસ્થ અને જાતે પોતાને ઈજા પહોંચાડનારી સાબિત કરવામાં લાગ્યા છે.
સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશનના ડીસીપી અવિનાશ મોહંતીએ જણાવ્યુ કે ફરિયાદ કરનારાએ સીસીટીવી ફૂટેજ આપવાનુ વચન આપ્યુ છે પરંતુ ઘણા દિવસો સુધી આપ્યુ નહિ. તેમણે જણાવ્યુ કે સિંધૂ શર્મા તરફથી જ્યારે અમે કેસ નોંધ્યો તો તે તેમના ઘરવાળાએ કહ્યુ હતુ તે તપાસમાં સહયોગ કરશે અને હુમલાનો વીડિયો આપશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે એપ્રિલ બાદથી ઘણી નોટિસ મોકલ્યા બાદ પણ સિંધૂએ તેના પર કથિત હુમલાનો વીડિયો ક્યારેય નથી સોંપ્યો. ફરિયાદ નોંધાવ્યા બાદ દંપત્તિને એ જોવા માટે બોલાવવામાં આવ્યા કે શું તે પોતાના નાના બાળકો માટે સમાધાન કરી શકે છે. વાતચીત અને સમાધાનના પ્રયત્નો હજુ પણ ચાલુ છે પરંતુ અમે કોઈ સમાધાન દેખાતુ નથી. અને સિંધૂના પરિવારજનોએ હુમલાનો વીડિયો જાહેર કરી દીધો છે. અમે તેની તપાસ કરીશુ અને કાર્યવાહી શરૂ કરીશુ.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
