વીડિયો: બોલીવૂડ પ્રોડ્યૂસર સાથે રાધે માંનો હતો અવૈધ પ્રેમ સંબંધ!

રાધે માંના દિવસો હવે ભરાઇ ગયા છે તેવું લાગી રહ્યું છે કારણ કે રોજ રોજ તેમની પર એક પછી એક નવા નવા આરોપ લાગી રહ્યા છે. પહેલા દહેજ ઉત્પીડન પછી ખોળામાં બેસાડીને Kiss કરવા માટે અશ્લીતા ફેલાવાનો આરોપ અને હવે અવૈધ પ્રેમસંબંધ!

ત્યારે બોલીવૂડના એક ફિલ્મ પ્રોડ્યૂસર રંજીત શર્માએ એબીપી ન્યૂઝ (મરાઠી) સાથે ખાસ ઇન્ટરવ્યૂ આપીને એક ચોંકવનારો ઘટસ્ફોટ રાધે માં વિષે કર્યો છે. તેમણે કહ્યું છે કે તે જ્યારે 18 વર્ષના હતા ત્યારે તે ઉનાળાની રજામાં પોતાની બહેનના ઘર મુકેરિયા ગયા હતા. જ્યાં તેમની મુલાકાત રાધે માં સાથે થઇ હતી. અને પછી આ સંબંધ પ્રેમમાં પરિવર્તિત થઇ ગયો હતો. વળી તેમણે કહ્યું કે આ પ્રેમસંબંધ શરૂઆત પણ રાધે માં જ કરી હતી. રાધેમાં જ તેમનો હાથ દબાવીને તેમને રૂમની અંદર આવવાનું કહ્યું હતું. એટલું જ નહીં પંજાબના મુકેરિયામાં જ્યારે તે રૂમમાં મળતા હતા ત્યારે રાધે માં પોતાના હાથથી ફળ કાપીને રંજીત શર્માને ખવડાવતી હતી.

radhe maa

વધુમાં રંજીત શર્માનું કહેવું છે કે તેમની વચ્ચે ધનિષ્ઠ સંબંધ હતા. જો કે તે સમયે રંજીત શર્માની ઉંમર 18 વર્ષની હતી અને રાધે માં એક પરણિત અને બે બાળકોની માં હતી. રંજીત શર્માએ કહ્યું કે તે તેમના ઘરે મોડી રાત સુધી બેઠા રહેતા. વધુમાં તેમણે કહ્યું કે રાધે માં તેની જોડે ફ્લર્ટ પણ કરતા હતા.

રંજીત શર્માના મત મુજબ રાધેમાં એક ઢોંગી અને પાંખડી ગુરુ છે. તેમણે કહ્યું કે રાધે માંને ખાલી નાટક કરતા આવડે છે અને તે વાત તેમણે એક વાર રાધે માંને સોળ ભોંકીને સાબિત પણ કરી હતી. જો કે તેમણે કહ્યું કે રાધે માં જોડે તેમના કોઇ શારિરીક સંબંધ નહતા પણ તે એકબીજા જોડે એક પ્રેમી-પ્રેમિકા જેવી જ વાતો કરતા હતા. ત્યારે તેમણે આ ખુલાસો નીચેના વીડિયોમાં કંઇક આ રીતે કર્યો છે. જુઓ તેમનો ઇન્ટરવ્યૂ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X