સુપ્રીમ કોર્ટે રાઇટ ટૂ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર જાહેર કર્યો

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટના 9 જજની બેંચ આજે એક મહત્વના મુદ્દા પર પોતાનું નિર્ણય સંભળાવ્યો હતો. રાઇટ ટૂ પ્રાઇવસી એટલે કે ગોપનીયતાના અધિકારી પર સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટે આજે સવારે 10:30 પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જગદીશ સિંહ ખેહરની સાથે જસ્ટિસ જે ચેલામેશ્વર, જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ આર કે અગ્રવાલ, જસ્ટિસ રોહિંગટન ફલી નરીમન, જસ્ટિસ અભય મનોહર સપ્રે, જસ્ટિસ ડિવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

supreme court

ઉલ્લેખનીય છે કે રાઇટ ટૂ પ્રાઇવસી કેસ સુપ્રીમ કોર્ટમાં એટલા માટે પહોંચ્યો કેમ કે આધાર કાર્ડની કાયદેસરતાને પડકારતી ઘણી અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાયોમેટ્રિક જાણકારી આપવી એ પ્રાઇવસીના મૂળભૂત નિયમનું ઉલ્લંધન છે. સુપ્રીમ કોર્ટમાં તેવી દલીલ કરવામાં આવી હતી કે ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર નથી. આ અંગે 2 ઓગસ્ટ સુધી સુપ્રીમ કોર્ટે સુનવણી કરી હતી. અને આજે તેની પર ચુકાદો આપ્યો હતો. જેમાં તેને મૂળભૂત અધિકારોમાં સામેલ કરવામાં આવ્યો છે. 

English summary
The Supreme Court is set to deliver its historic verdict in the Right to Privacy case. The court's Constitution Bench comprising nine judges will examine this decision.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.