ધાર્મિક નેતાની હત્યા બાદ પ.બંગાળમાં હિંસા, 200 ઘરને આગચંપી

આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે હુમલાવરો એક ટ્રકમાં કોલકત્તા આવ્યા હતા. આ વાતની પુષ્ટિ જાસૂસ એજન્સીએ કરી છે. ગામની સ્થિતી તણાવપૂર્ણ છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હિંસા જિલ્લાના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે. જોકે વહિવટી તંત્રએ કોઇ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે કોઇ નક્કર પગલાં ભર્યા નથી.
મળતી માહિતી મુજબ નાલીખલી ગામના એક રહેવાસીના જણાવ્યા અનુસાર 60 વર્ષના એક ધાર્મિક નેતા જામતલા ગાંમમાં કોઇ સમારોહમાં ગયા હતા. સોમવારે રાત્રે જ્યારે તે મોટરસાઇકલ પર પરત આવી રહ્યાં હતા ત્યારે ગુંડાઓની એક ટુકડીએ તેમની પર ગોળી મારી હતી અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં એક ચાલક ઘાયલ થઇ ગયો હતો. આ ઘાયલ વ્યક્તિને એક સુરક્ષિત સ્થળે પહોંચ્યો હતો અને પોતાના સંબંધીઓ અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અફવાઓનું બજાર ગરમ થઇ ગયું હતું અને વાયુવેગે આ વાત ફેલાવવા લાગી કે ધાર્મિક નેતાની હત્યા નાલીખલી ગામના રહેવાસીએ કરી છે.
ત્યારબાદ આ મુદ્દે ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. હિંસા પર ઉતરેલા ટોળાએ રસ્તો જામ કરી દિધો અને રેલવે ટ્રેકને વિક્ષેપ ઉભો કર્યો હતો. ત્યારબાદ ટોળાએ ગામના 200 ઘરોને આગમાં હોમી દિધા અને કેટલાક ઘરોને લૂંટી લીધા. જો કે હાલ ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
