"અપર્ણા યાદવે ચૂંટણી પહેલાં વહેંચ્યા પૈસા અને દારૂ"

Written By:
Subscribe to Oneindia News

ભાજપ ના નેતા રીટા બહુગુણા જોશી એ લખનઉ કેન્ટથી પોતાના વિરોધી સપા ઉમેદવારે અપર્ણા યાદવ પર મતદાન પહેલાં ગંભીર આરોપ લગાવ્યો છે. રીટા બહુગુણા જોશીએ આરોપ લગાવ્યો છે કે અપર્ણા યાદવે ચૂંટણી પહેલાં પોતાના વિધાનસભા ક્ષેત્રમાં લોકોને દારૂ અને પૈસાની વહેંચણી કરી છે. આ સાથે જ તેમણે સમાજવાદી પાર્ટી ના તમામ સભ્યો વોટ ભેગા કરવા માટે જનતાને જાત-જાતના પ્રલોભનો આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

aprna yadav

લખનઉની કેન્ટ વિધાનસભા સીટ પર રીટા બહુગુણા જોશી અને અપર્ણા યાદવ સામે-સામે છે, એક તરફ અપર્ણા યાદવ માટે આ પહેલી ચૂંટણી છે, તો રીટા બહુગુણા જોશી વર્તમાન કેન્ટ ધારાસભ્ય છે. વર્ષ 2012માં રીટા બહુગુણા જોશીએ કોંગ્રેસ ટિકિટ પર અહીંથી ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ આ વર્ષની ચૂંટણી પહેલાં રીટાએ કોંગ્રેસ નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કોંગ્રેસ છોડી ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો.

અહીં વાંચો - યુપીઃ ગાયત્રી પ્રજાપતિ સહિત 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કુલ સાત ચરણોમાં મતદાન થનાર છે, જેમાંથી આજે રવિવારે ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. જે હેઠળ લખનઉમાં પણ મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા ચરણમાં કુલ 12 જિલ્લાઓમાં 69 સીટો પર મતદાન થઇ રહ્યું છે, જેમાં 41 લાખ 99 હજાર 448 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કરશે. ત્રીજા ચરણમાં અપર્ણા યાદવ, શિવપાલ યાદવ, રીટા બહુગુણા જોશી, અનુરાગ યાદવ, અરવિંદ સિંહ ગોપ, ફરીદ મહફૂડ, નિતિન અગ્રવાલ, બૃજેશ પાઠક અને પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાનું નસીબ દાવ પર છે.

English summary
Rita Bahuguna Joshi alleges Aparna Yadav to distribute liquor and money. She says on the eve of voting liquor was distributed.
Please Wait while comments are loading...