પિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ પ્રધાનમંત્રી બિલાસરાવ દેશમુખ વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ જેના પર તેમના પુત્ર રિતેશ દેશમુખે પલટવાર કર્યો છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ પ્રધાનમંત્રી બિલાસરાવ દેશમુખ વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ જેના પર તેમના પુત્ર રિતેશ દેશમુખે પલટવાર કર્યો છે. રિતેશ દેશમુખે નિવેદન જાહેર કરીને પિયુષ ગોયેલને જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે કહ્યુ કે એ સાચુ છે કે મે તાજ અને ઓબેરૉય હોટલમાં ગયો હતો પરંતુ એ વાત ખોટી છે કે હું એ વખતે ગયો હતો જ્યારે ત્યાં 26/11ના સમયે ગોળીબાર ચાલી રહ્યો હતો જેનો તમે દાવો કર્યો છે.

Riteish Deshmukh

રિતેશ દેશમુખે કહ્યુ કે એ પણ સાચુ છે કે હું મારા પિતા સાથે ત્યાં ગયો હતો પરંતુ એ ખોટુ છે કે તે મને ફિલ્મમાં રોલ અપાવવાની કોશિશ કરી રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર પાસે મને ફિલ્મમાં રોલ અપાવવા માટે વાત નથી કરી. મને એ વાતનો ગર્વ છે. તમને એક મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ એ સંપૂર્ણપણે ખોટુ છે કે તમે કોઈ એવા વ્યક્તિ પર આરોપ લગાવો જે પોતાનો બચાવ નથી કરી શકતા. તમે 7 વર્ષ મોડા છો નહિતર તેમણે તમને જરૂર જવાબ આપ્યો હોત.

તમને જણાવી દઈએ કે પિયુષ ગોયલે શનિવારે કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિલાસરાવ દેશમુખ પર હુમલો કરીને કહ્યુ હતુ કે જે સમયે મુંબઈમાં હુમલો થયો હતો તે સમયે દેશમુખ પોતાના પુત્રને ફિલ્મમાં રોલ અપાવવા માટે ચિંતિત હતા. ગોયલે આ નિવેદન પંજાબના લુધિયાણામાં લોકોને સંબોધિત કરીને આપ્યુ છે. તેમણે કહ્યુ કે હું મુંબઈથી આવુ છુ, તમે 26/11ના હુમલાને ન ભૂલી શકો, તે વખતે તત્કાલિન કોંગ્રેસ સરકાર ખૂબ નબળી હતી અને હુમલા બાદ કંઈ પણ કરી શકી નહિ. જ્યારે હોટલમાં ગોળીબાર ચાલી રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રી દેશમુખ પોતાના પુત્રને રોલ અપાવવા માટે ફિલ્મ નિર્માતાને ત્યાં લઈ ગયા હતા, તે પોતાના પુત્રને રોલ અપાવવા માટે વધુ ચિંતિત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X