હવે વાસ્તુશાસ્ત્ર થકી લાલુ પ્રગ્ટાવશે પોતાની લાલટેન?

Google Oneindia Gujarati News

પટણા, 13 માર્ચઃ છેલ્લા કેટલાક દિવસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની જીંદગી બદલાઇ છે, તેનાથી તેમની શાખ જરૂર હલી ગઇ હશે. જેલ, જમાનત અને પાર્ટી વિદ્રોહથી પરેશાન લાલુ ફરીથી પૂર જોશ સાથે લોકસભા ચૂંટણી પોતાના પરિવાર અને સાથીઓના દમ પર લડવા તૈયાર છે, પરંતુ આ માટે જ્યાં તે ચૂંટણી પ્રચારમાં લાગેલા છે, ત્યાં બીજી તરફ તેમના વિશે એક રોચક વાત જાણવા મળી રહી છે કે તેમણે પોતાના ગ્રહ સુધારવા માટે વાસ્તુશાસ્ત્રનો સહારો લીધો છે.

lalu-prasad-yadav
જે સમાચાર મળી રહ્યાં છે તે અનુસાર લાલુની પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પટણા સ્થિત સરકારા આવાસ પર વર્ષો પહેલા નિર્મિત તળાવના માટી નાંખીને પૂરવામાં આવી રહ્યું છે. જે અંગે લાલુ પ્રસાદ પરિવાર ખુલીને બોલી રહ્યો નથી. લાલુ પ્રસાદની પુત્રી અને પાટલીપુત્ર ક્ષેત્રથી ઉમેદવાર મીસા ભારતી કહે છે કે તેમને વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ નથી, પરંતુ લાલુના પુત્ર તેજસ્વી યાદવ આ વાતનો સ્વિકાર કરે છે કે વાસ્તુશાસ્ત્રના કારણે આ તળાવને પૂરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ એક નવું તળાવ બીજી તરફ બનાવવામાં આવશે.

નોંધનીય છે કે લાલુની પાર્ટી આરજેડીની સ્થિતિ હાલ સારી નથી. બિહારમાં આરજેડીના 13 ધારાસભ્યો પાર્ટીથી અલગ થઇ ગયા, જેમાંથી નવ ધારાસભ્યો પાછા પાર્ટીમાં આવી ગયા છે. બીજી તરફ લોકસભા ચૂંટણી પહેલા જ તેમના વિશ્વાસપાત્ર અને નીકટના સાથી પાર્ટી છોડીને જતા રહ્યાં છે. તળાવ અંગે આરજેડીના એક નેતાની વાત માનીએ તો એક વાસ્તુશાસ્ત્રી અનુસાર તળાવને ખોટી દિશામાં બનાવવામાં આવતા નકારાત્મક ઉર્જાનો સંચાર થઇ રહ્યો હતો અને પરિવારને અવરોધો આવી રહ્યાં હતા. વાસ્તુશાસ્ત્રના કારણે આ તળાવને પૂરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ જોવું રોચક હશે કે તળાવ ભરી દીધા પછી લોકસભા ચૂંટણીમાં આરજેડીને કેટલો ફાયદો થાય છે અથવા તો આ એક અંધવિશ્વાસ સાબિત થાય છે.

English summary
RJD chief Lalu Prasad has turned to vaastu shastra ahead of the Lok Sabha polls to rid himself and his family of misfortune and ill-luck and to ensure good electoral performance of his party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X