સીએમ યોગીને તેજસ્વીએ પૂછ્યુ, ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે?
રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પાર્ટીના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ઘેર્યા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે રીતે હનુમાનને દલિત ગણાવ્યા તેના માટે હોબાળો વધતો જ જઈ રહ્યો છે. જ્યાં તેમની આ ટિપ્પણી પર ઘણા હિંદુ સંગઠનોએ યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલી દીધો છે. બીજી તરફ રાજસ્થાનના સર્વ બ્રાહ્મણ સમાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સામે નોટિસ મોકલી દીધી છે. આ નોટિસમાં યોગી આદિત્યનાથને માફી માંગવા માટે કહેવામાં આવ્યુ છે. આ બધા વચ્ચે યોગી આદિત્યનાથના નિવેદન પર રાજકારણ પર ગરમાવા લાગ્યુ છે. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે યોગી આદિત્યનાથ પર કટાક્ષ કર્યો છે.
|
તેજસ્વી યાદવે ટ્વિટ કરીને સાધ્યુ નિશાન
રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને પાર્ટીના નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને યુપીના સીએમ યોગી આદિત્યનાથને ઘેર્યા છે. તેજસ્વી યાદવે કહ્યુ, ‘હનુમાનજીની જાતિ બતાવનાર યુપીના સીએમ અજય સિંહ બિષ્ટને પૂછવુ જોઈએ કે ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓની જાતિ શું છે? શું કોઈ દલિત ભાજપનો મુખ્યમંત્રી છે? જો કોઈ દલિત ભાજપના સીએમ નથી તો તેનો અર્થ યોગીનુસાર ભાજપ બજરંગબલી હનુમાનજીનું સમ્માન નથી કરતી. શરમજનક! '

યોગી આદિત્યનાથે છેવટે શું કહ્યુ હતુ...
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના અલવર જિલ્લાના માલાખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યુ હતુ, ‘ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે જે સ્વયં વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. સમગ્ર ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધાને જોડવાનું કામ બજરંગબલી કરે છે. એટલા માટે બજરંગબલીનો સંકલ્પ હોવો જોઈએ.'

નિવેદન પર ગરમાયુ રાજકારણ
આટલુ જ નહિ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યુ કે રામના જે ભક્ત છે તે ભારતીય જનતા પાર્ટીને મત આપે. જે રાવણના ભક્ત છે તે જ કોંગ્રેસને મત આપે છે. વળી, તેમણે કહ્યુ કે રામ રાજ્ય જોઈએ તો ભાજપને જ મત આપો. યોગી આદિત્યનાથના આ નિવેદન પર રાજસ્થાનનના સર્વ બ્રાહ્મણ સમાજનું કહેવુ છે કે બજરંગબલી ન તો દલિત હતા, ના વંચિત અને ના લોકદેવતા. એટલા માટે યોગી આદિત્યનાથે પોતાના આ નિવેદન પર માફી માંગવી જોઈએ.

ચૂંટણી પ્રચાર માટે લગભગ 20 દિવસ યુપીથી બહાર રહ્યા યોગી
યોગી આદિત્યનાથના નિવેદન પર કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રમોદ તિવારીએ પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે ભાજપ હજુ સુધી માણસોમાં ભાગલા પાડવાનું જ કામ કરી રહી હતી પરંતુ હવે આ ભગવાનને પણ જાતિમાં વહેંચી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા છે. સીએમ યોગી લગભગ 20 દિવસ ઉત્તર પ્રદેશથી બહાર રહ્યા છે. આ દરમિયાન સીએમ યોગીએ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બેક ટુ બેક રેલીઓ સંબોધિત કરી. ભાજપ નેતાઓ મુજબ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ બીજા નંબરના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ જ રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
