For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાર ધામ માટે 195 કરોડનું પેકેજ જાહેર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

uttarakhand
દહેરાદુન, 28 જૂન: ઉત્તરાખંડમાં ભારે વરસાદ કારણે પ્રભાવિત ચાર ધામ તીર્થસ્થળો, તેની આસપાસના વિસ્તારો અને તેની સાથે જોડાયેલા રસ્તાઓના પુનનિર્માણ માટે સરકારે આજે 195 કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી છે.

પર્યટન મંત્રી કે ચિરંજીવીએ કહ્યું હતું કે આ રાશિ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના તીર્થસ્થળો તથા આસપાસના વિસ્તારો અને તેને જોડનાર રસ્તાઓના પુનનિર્માણમાં ખર્ચ કરવામાં આવશે. ચિરંજીવીએ સંવાદદાતાઓને કહ્યું હતું કે પ્રદેશ સરકાર પોતાની જરૂરિયાતો અનુસાર રાશિનો ઉપયોગ કરશે.

ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં હિમાલયમાં ચારધામ હિન્દુઓ માટે પ્રમુખ તીર્થયાત્રા છે. ચારધામની યાત્રાએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને આ યાત્રા એપ્રિલના અંતિમ અઠવાડિયે શરૂ થઇને ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલશે. જૂલાઇમાં મોનસૂન શરૂ થવા પહેલાં બે મહિનામાં સર્વાધિક તીર્થયાત્રી ચારધામની યાત્રા પર આવે છે.

ચારધામ યાત્રા 15-16 જૂનના રોજ થયેલા ભારે વરસાદ કારણે પ્રભાવિત થયેલા કેદારનાથ મંદિર આ આપત્તિમાં સૌથી વધુ પ્રભાવિત થયું હતું. ભારે વરસાદના કારણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં હજારો લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
A Rs 195 crore-package was announced by the government on Friday for reconstruction of the 'Char Dham' pilgrimage circuit, which was badly affected by the Uttarakhand rain disaster.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X