For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંઘ પ્રમુખ મોહન ભાગવતઃ RSSનો આગામી એજન્ડા 'બે બાળકોનો કાયદો બનાવવો'

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘનો આગામી એજન્ડા દેશમાં બે બાળકોનો કાયદો બનાવવાનો છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘનો આગામી એજન્ડા દેશમાં બે બાળકોનો કાયદો બનાવવાનો છે. મુરાદાબાદ પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલક મોહન ભાગવતે જિજ્ઞાસા સત્રમાં ભાગ લીધો અને સ્વયંસેવકોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યુ કે સંઘની આગામી યોજના ભારતમાં બે બાળકોનો કાયદો બનાવવાની છે.

Mohan Bhagwat

તેમણે કહ્યુ કે આવો સંઘનો મત છે પરંતુ નિર્ણય સરકારે કરવાનો છે. વળી, તેમણે રામ મંદિર નિર્માણ વિશે પૂછાયેલા સવાલ પર કહ્યુ કે સંઘની ભૂમિકા આ પ્રકરણમાં માત્ર ટ્રસ્ટ નિર્માણ સુધી છે. ત્યારબાદ સંઘ પોતાને આનાથી અલગ કરી લેશે. તેમણે કહ્યુ કે કાશી-મથુરા સંઘના એજન્ડામાં ન તો ક્યારેય હતા અને ન ક્યારેય હશે. વાસ્તવમાં મોહન ભાગવત ચાર દિવસના પ્રવાસ પર મુરાદાબાદ પહોંચ્યા છે. સંઘ પ્રમુખ બન્યા બાદ તે પહેલી વાર મુરાદાબાદ પહોંચ્યા છે.

આ દરમિયાન મુરાદાબાદ સ્થિત એમઆઈટીના સભાગારમાં જિજ્ઞાસા સત્રનુ આયોજન કરવામાં આવ્યુ. વળી, નાગરિકતા સુધારા કાયદા વિશે પૂછાયેલા સવાલ પર તેમણે કહ્યુ કે સીએએ પર પીછેહટનો પ્રશ્ન જ નથી. તે આ મુદ્દે સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની સાથે છે. વળી, તેમણે કહ્યુ કે ભલે અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય હોય કે પછી સીએએ લાગુ કરવાનો, આ બધા પર સંઘ સંપૂર્ણપણે સરકારના નિર્ણય સાથે ઉભુ છે.

આ પણ વાંચોઃ પત્નીથી ભલે ગમે તેટલો પ્રેમ હોય, પુરુષ આ કામોમાં રોકટોક ક્યારેય સહન નહિ કરેઆ પણ વાંચોઃ પત્નીથી ભલે ગમે તેટલો પ્રેમ હોય, પુરુષ આ કામોમાં રોકટોક ક્યારેય સહન નહિ કરે

English summary
RSS Chief Mohan Bhagwat Said The Next Agenda Of The Sangh Is Two Children's Law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X