RSSએ કહ્યું, ‘વધુ બાળકો પેદા કરે હિન્દુ’

તેમણે કહ્યું કે, પરિવાર નિયોજન કોઇ એક જ સમુદાયમાં લાગુ ના થવું જોઇએ. સંતુલિત વિકાસ માટે જનસંખ્યા સંતુલન કાયમ રહેવી ઘણી જ જરૂરી છે. દત્તાત્રેયે દાવો કર્યો છે કે, હિન્દુ પરિવારોમાં 0-6 વર્ષના બાળકોનો ગ્રોથ રેટ 15 ટકા છે, જ્યારે મુસ્લિમોમાં 18 ટકા છે. તેમણે સાથે જ કહ્યું કે, એલીટ હિન્દુઓને પરિવાર નિયોજન પર એકવાર ફરીથી વિચારવું જોઇએ. વન ચાઇલ્ડ નોર્મ્સના કારણે આપણી પાસે પર્યાપ્ત યૂથ નથી કે તે આર્મ્ડ ફોર્સ જોઇન કરી શકે.
તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદન પર કહ્યું કે, બન્ને સમાન રીતે જરૂરી છે. તેના પર કોઇ પ્રશ્ન ઉઠતો નથી કે, દેવાલય પહેલા કે શૌચાલય પહેલા. આરએસએસના રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં મુસ્લિમ ચરમપંથી અને સીમા સુરક્ષા પર પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
