RSS નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તોમરને ખરી-ખોટી સંભળાવી
RSS નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તોમરને ખરી-ખોટી સંભળાવી
નવી દિલ્હીઃ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને લઈ ખેડૂતો છેલ્લા એક મહિનાથી દિલ્હીની બોર્ડર પર ડેરો નાખીને બેઠા છે. આ આંદોલનને જોતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તનરેન્દ્ર સિંહ તોમર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સત્તાનો અહંકાર નરેન્દ્ર સિંહ તોમરના માથે ચઢી ગયો છે. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રઘુનંદન શર્માએ બે દિવસ પહેલા પોતાની ફેસબુક પોસ્ટમાં પણ સલાહ આપી હતી કે તોમરે રાષ્ટ્રવાદ મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.

રઘુનંદન શર્માએ ફેસબુક પોસ્ટમાં નરેન્દ્ર સિંહ તોમરને એક પત્ર લખ્યો. તેમણે લખ્યું કે પ્રિય નરેન્દ્ર જી, તમે ભારત સરકારમાં સહયોગી અને સહભાગી છો. આજની રાષ્ટ્રવાદી સરકાર બનવા સુધી હજારો રાષ્ટ્રવાદીઓએ પોતાના જીવનને લગાવ્યું છે. પાછલા 100 વર્ષોથી કેટલીય જિંદગીઓ પોતાના ત્યાગ, સમર્પણ અને પરિશ્રમથી ભારત માતાની સેવામાં લાગી ગઈ છે. તેમણે આગળ લખ્યું કે આજે તમને જે સત્તાનો અધિકાર મળ્યો છે તેને લઈ તમને ભ્રમ થઈ ગયો છે કે આ તમારા પરિશ્રમનું ફળ છે. તેમણે કહ્યું કે તમે મહેનતનું ફળ મેળવી રહ્યા છે એ તમારો ભ્રમ છે.
તેમણે કહ્યું કે સત્તાનો નશો તમારા માથે ચઢી રહ્યો છે. શર્માએ એમ પણ કહ્યું કે કેવી રીતે હજારો રાષ્ટ્રવાદીઓએ આજની રાષ્ટ્રવાદી સરકાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તમે જનાદેશ શા માટે ખોઈ રહ્યા છો? ઘડામાંથી પાણીના ટીપાં ટપકતાં હોય તો ઘડો ખાલી થઈ જાય છે અને આવું જ જનાદેશ સાથે પણ હોય છે. રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરો નહિતર આપણે પછતાવવું પડશે.












Click it and Unblock the Notifications
