For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નથી થમી મોદી લહેર, અનામત પર અફવાઓથી થયુ નુકશાન': સંઘનું મુખપત્ર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્યના એક સંપાદકીયમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલા ભાજપની કારમી હારનું એસેસમેન્ટ કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્યના એક સંપાદકીયમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલા ભાજપની કારમી હારનું એસેસમેન્ટ કરવામાં આવ્યુ છે. એસેસમેન્ટમાં કહેવામાં આવ્યુ છે કે રામ મંદિર, ગૌવંશ, અનુચ્છેદ 370 અને 35એ, આ બધા વિકાસના મુદ્દા નથી પરંતુ ભાજપના ઘોષણાપત્રના અભિન્ન અંગ છે જેની સાથે ભાજપ સમર્થકોની ભાવનાઓ ઉંડે સુધી જોડાયેલી છે. આ સાથે મુખપત્રના સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે હાલની વિધાનસભા ચૂંટણી પરિણામ 'મોદી વિરોધી' ભાવના નથી. પરંતુ અનામત મુદ્દે ખોટી અફવાઓના કારણે લોકોમાં ગુસ્સો હતો.

લોકો આને મોદીની હાર અને રાહુલની જીત ગણાવી રહ્યા

લોકો આને મોદીની હાર અને રાહુલની જીત ગણાવી રહ્યા

જો કે કેટલાક લોકોએ આ ચૂંટણી પરિણામને મોદી સરકારના અંતની શરૂઆતના રૂપમાં રજૂ કરવાનું શરૂ કરી દીધુ છે અને કેટલાક લોકો આને રાહુલ ગાંધીની જીત ગણાવી રહ્યા છે. અસલમાં ચૂંટણી પરિણામોએ રાજકીય દળો, પોલો સ્ટાર અને રાષ્ટ્રના રૂપમાં સવાલ ઉઠાવ્યા છે. આ સાથે સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે શું સંબંધિત પાર્ટીઓ, પંડિત અને ‘અમે લોકો' ભવિષ્ય માટે સંખ્યાઓથી આગળ સંદેશ વાંચવા માટે તૈયાર છે.

ચૂંટણીમાં મોદી વિરોધી લહેર નહોતી

ચૂંટણીમાં મોદી વિરોધી લહેર નહોતી

સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે વિધાનસભા ચૂંટણીના પરિણામનો સંદેશ ભાજપ માટે જટિલ છે પરંતુ હજુ પણ સ્પષ્ટ છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા જરૂર ગુમાવી છે પરંતુ જે રીતે પાર્ટીએ પ્રદર્શન કર્યુ છે તેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ચૂંટણીમાં મોદી વિરોધી ભાવના નહોતી. મુખપત્રમાં કહેવામાં આવ્યુ છે કે કૃષિ સંકટની વાત સાચી છે પરંતુ આ ચૂંટણી પરિણામ પાછળ આ મુખ્ય કારણ નથી. જો આમ હોત તો ભાજપને ગ્રામીણ ક્ષેત્રોમાં 50 ટકા જીત ન મળત.

અનામત મુદ્દાએ ભાજપને પહોંચાડ્યુ નુકશાન

અનામત મુદ્દાએ ભાજપને પહોંચાડ્યુ નુકશાન

ભાજપને અનામત મુદ્દે બંને પક્ષોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. મુખપત્રમાં એ જરૂર કહેવામાં આવ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાનના શેખાવતી ક્ષેત્ર, મધ્ય પ્રદેશના મહાકૌશલ અને છત્તીસગઢના સેન્ટરમાં ભાજપને નુકશાન અમુક સંકેત આપે છે. ભાજપના મત કોંગ્રેસના પક્ષમાં ગયા અને ભાજપના સમર્થક ચૂપ રહ્યા. આ સાથે મુખપત્રમાં કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદી અને તેમની વિકાસ નીતિઓ ભાજપ માટે મત જોડવાની જરૂર છે પરંતુ મૂળ તો હિંદુત્વ છે.

આ પણ વાંચોઃ સાઉથ આફ્રિકામાં મમ્મી કરીના સાથે Chill કરી રહ્યા છે તૈમૂર, ઈન્ટરનેટ પર છવાયાઆ પણ વાંચોઃ સાઉથ આફ્રિકામાં મમ્મી કરીના સાથે Chill કરી રહ્યા છે તૈમૂર, ઈન્ટરનેટ પર છવાયા

English summary
RSS on election results: BJP was caught up in false narratives on reservation issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X