For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા નિભાવી રહ્યું છે દોસ્તી, વીટો પાવર માટે ભારતને આપ્યું સમર્થન

ભારતમાં અન્ય દેશોની તુલનામાં વસ્તી પણ ઝડપથી વધી રહી છે. ભારત પાસે વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવામાં બહોળો રાજનૈતિક અનુભવ છે. જે કારણે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) કાયમી સભ્યપદ મળવું જોઇએ.

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્યપદ માટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે ભારતનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, ભારત આર્થિક વિકાસની બાબતોમાં આગળપડતો દેશ છે.

આ સાથે ભારતમાં અન્ય દેશોની તુલનામાં વસ્તી પણ ઝડપથી વધી રહી છે. ભારત પાસે વિવિધ પ્રકારની સમસ્યાનું સમાધાન કરવામાં બહોળો રાજનૈતિક અનુભવ છે. જે કારણે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (UNSC) કાયમી સભ્યપદ મળવું જોઇએ.

ભારતને મળ્યું રશિયાનું સમર્થન

ભારતને મળ્યું રશિયાનું સમર્થન

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે, રશિયન વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે જણાવ્યુંહતું કે, જો આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકાના દેશોને UNSCમાં શામેલ કરવામાં આવે, તો સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક હશે.

ખાસ કરીને ભારત અને બ્રાઝિલ મુખ્ય આંતરરાષ્ટ્રીય પ્લેયર્સ છે અને તેમને યુએનએસસીમાં કાયમી સભ્યપદ મળવું જોઈએ.

UNSCની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત

UNSCની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત

અત્રે નોંધનીય છે કે, ભારત ડિસેમ્બરમાં 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની અધ્યક્ષતા કરી રહ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં 14-15 ડિસેમ્બરના રોજ બહુપક્ષીય સુધારાઓ અને આતંકવાદ વિરોધી નીતિ પર હસ્તાક્ષર કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મેઇન્ટેઇનિંગ ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી શીર્ષક હેઠળ આયોજિત પ્રથમ ઇવેન્ટમાં 'બહુપક્ષીય સુધારા માટે નવી માર્ગદર્શિકા' પર સુરક્ષા પરિષદમાં મંત્રી સ્તરની ચર્ચા જોવા મળશે.

ભારતે બહાર પાડી કન્સેપ્ટ નોટ

ભારતે બહાર પાડી કન્સેપ્ટ નોટ

ઉલ્લેખનીય છે કે, ભારતે કન્સેપ્ટ નોટ જાહેર કરી છે એટલે કે મીટિંગ પહેલા ટૂંકી રૂપરેખા. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી સભ્ય રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે, તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના દસ્તાવેજ તરીકે જોવું જોઈએ.

ભારત દ્વારા જાહેર કરવામાં આવેલી 'કન્સેપ્ટ નોટ'માં કહેવામાં આવ્યું છે કે, દુનિયા હવે 77 વર્ષ પહેલા જેવી નથી રહી. વર્ષ 1945માં સંયુક્તરાષ્ટ્રના 55 સભ્યો હતા, જેની સંખ્યા હવે ત્રણ ગણી વધી ગઈ છે.

વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે જવાબદાર યુએન સિક્યુરિટી કાઉન્સિલનીરચના છેલ્લે 1965માં નક્કી કરવામાં આવી હતી અને તે સંસ્થાના વ્યાપક સભ્યપદની સાચી વિવિધતાને પ્રતિબિંબિત કરતી નથી.

English summary
Russia backs India for veto power
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X