For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયા-યુક્રેન વિવાદઃ ભારતીય દૂતાવાસે છાત્રો અને નાગરિકોને અસ્થાયી રીતે યુક્રેન છોડવા માટે કહ્યુ

યુક્રેનની રાજધાની કીવમાં ભારતીય દૂતાવાસે યુક્રેન અસ્થાયી રીતે છોડવા માટે કહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કીવઃ છેલ્લા અમુક દિવસોથી યુક્રેન પર આખી દુનિયાની નજર છે. યુક્રેન પર રશિયાના હુમલોનુ જોખમ તોળાઈ રહ્યુ છે. રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. એવામાં યુક્રેનની રાજધાની કીવમાં ભારતીય દૂતાવાસે વર્તમાન સ્થિતિની અનિશ્ચિતતાઓને જોતા ભારતીયો, ખાસ કરીને એ છાત્રો જેમને રોકાવુ જરુરી નથી તેમને યુક્રેન અસ્થાયી રીતે છોડવા માટે કહ્યુ છે.

ukraine

ભારતીય દૂતાવાસ તરફથી ભારતીય નાગરિકો માટે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યુ છે કે યુક્રેનમાં વર્તમાન સ્થિતિની અનિશ્ચિતતાઓને જોતા યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને એવા છાત્રો જેમને ત્યાં રહેવુ જરુરી નથી, અસ્થાયી રીતે છોડવા પર વિચાર કરી શકે છે.

આ સાથે ભારતીય નાગરિકોને યુક્રેનમાં અને તેની અંદર બધી બિન જરુરી યાત્રા કરવાનુ ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. વળી, ભારતીય નાગરિકોને અનુરોધ કરીને કહ્યુ કે તે દૂતાવાસને યુક્રેનમાં પોતાની ઉપસ્થિતિ વિશે સૂચિત કરતા રહે જેથી દૂતાવાસ જ્યાં જરુરી હોય ત્યાં પહોંચી શકે. યુક્રેનમાં ભારતીય નાગરિકોને બધા સેવાઓ આપવા માટે દૂતાવાસ સામાન્ય રીતે કાર્ય કરવાનુ ચાલુ રાખે છે.

English summary
Russia Ukraine Issue: Embassy of India in Kyiv asks Indians to leave Ukraine temporarily in view of current situation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X