For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: સબરીમાલા પર ઘમાસાણ, કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગુ, કેરળ બંધનું એલાન

Live: સબરીમાલા પર ઘમાસાણ, કેટલાય વિસ્તારોમાં કલમ 144 લાગુ

|
Google Oneindia Gujarati News

કોચ્ચિઃ કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને થઈ રહેલ વિરોધ થમવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં બુધવારે મહિલાઓને મંદિર સુધી પહોંચવા દેવાયી નહોતી. બીજી બાજુ સબરીમાલા સંરક્ષણ સમિતિએ ગુરુવારે 12 કલાકના રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. કાલે મંદરના કપાટ ખુલ્યા બાદ પણ મહિલાઓ પ્રવેશ નહોતી કરી શકી. બુધવારે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ કરવાના ફેસલાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો, મહિલાઓને અધવચ્ચેથી જ પરત મોકલી દેવામાં આવી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કેટલીક મહિલા પત્રકારોને પણ નિશાન બનાવી હતી. સ્થિતિ બેકાબૂ થયા બાદ પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો. રાજ્યમાં તણાવને જોતા નિલ્લકલ, પંપા, એલ્વકુલમ, સન્નિધનમમાં કલમક 144 લાગુ કરી દેવામાં આવી છે.

sabarimala

Newest First Oldest First
11:12 AM, 18 Oct

સુપ્રીમ કોર્ટના આદેશ છતાં સબરીમાલામાં મહિલાઓને પ્રવેશ આપવામાં ન આવ્યો, થઈ રહ્યો છે વિરોધ.
9:41 AM, 18 Oct

કેટલીય જગ્યાએ પ્રદર્શનકારીઓએ ઉગ્ર પ્રદર્શન પણ કર્યું, ત્યારે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો.
9:40 AM, 18 Oct

આજે સબરીમાલા પ્રોટેક્શન કમિટીએ કેરળમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે.
9:40 AM, 18 Oct

બુધવારે કપાટ ખુલ્યા બાદ મહિલાઓ મંદિરમાં દર્શન કરવા માટે જવા માગતી હતી, પરંતુ પ્રદર્શનકારીઓએ મહિલાઓને 10 કિમી દૂર જ રોકી લીધી હતી.
9:39 AM, 18 Oct

દેવાંસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષની માગણી છે કે સબરીમાલા મંદિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે અધ્યાદેશ લાવે.
9:36 AM, 18 Oct

શ્રદ્ધાળુઓએ કહ્યું- આ અમારી પરંપરા છે જેને અમે વર્ષોથી માનતા આવ્યા છીએ, અહીં 10-50 વર્ષની મહિલાઓના પ્રવેશ વર્જિત હોવાના મામલે કોર્ટે એમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી.
9:35 AM, 18 Oct

શનિધાનમ મંદિરમાં શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા.

English summary
sabarimala protection committee calls 12 hours statewide strike in kerala, live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X