Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સચિન પાયલટે તોડ્યુ મૌન- ભાજપ જોઈન નથી કરી રહ્યો, ગહેલોતથી નારાજ નથી

રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવી દેવાયા બાદ સચિન પાયલટે બુધવારે પોતાનુ મૌન તોડ્યુ છે.

જયપુરઃ રાજસ્થાનના રાજકારણમાં અત્યારે ભૂકંપ આવેલો છે, રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવી દેવાયા બાદ સચિન પાયલટે બુધવારે પોતાનુ મૌન તોડ્યુ છે. ANI સાથે વાત કરીને સચિન પાયલટે કહ્યુ કે તેમન સમર્થકોને વિકાસનો મોકો નથી મળ્યો પરંતુ કંઈ પણ કહેતા પહેલા એ વાત સ્પષ્ટ કરી દેવા ઈચ્છુ છુ કે હું ભારતીય જનતા પાર્ટી(ભાજપ) જોઈન નથી કરી રહ્યો, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મે ભાજપ સામે લાંબી લડાઈ લડી છે માટે ભાજપમાં જવાનો સવાલ જ નથી.

ભાજપમાં જોડાવાનો સવાલ જ નથીઃ પાયલટ

ભાજપમાં જોડાવાનો સવાલ જ નથીઃ પાયલટ

આ પહેલા ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં સચિન પાયલટે કહ્યુ કે ભાજપમાં શામેલ થવા વિશે એક ખોટો એજન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે. મે ભાજપ સાથે લડાઈ લડી છે અને હરાવી છે તો હું ભાજપ કેમ જોઈન કરીશ. હાલમાં માત્ર એટલુ કહી શકુ કે લોકો માટે કામ કરવાનુ ચાલુ રાખીશ. તમને જણાવી દઈએ કે ગહેલોત સાથે વિદ્રોહ બાદ એ ચર્ચા હતી કે પાયલટ પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ ભાજપ જોઈને કરી લેશે.

હું ગહેલોતથી નારાજ નથીઃ સચિન પાયલટ

સચિન પાયલટને જ્યારે પૂછવામાં આવ્યુ કે છેવટે તેમણે વિદ્રોહ કરવાના બદલે પાર્ટીની અંદર ચર્ચા કેમ ન કરી, તો તેમણે કહ્યુ કે પાર્ટીની અંદર ચર્ચા કરવાનો કોઈ મંચ બચ્યો જ નહોતો. પાયલટે આગળ કહ્યુ કે સીએમ ગહેલોતે સત્તામાં આવ્યા બાદ કંઈ નથી કર્યુ, સાથે જ તેમણે એ વાત પણ કરી કે તે ગહેલોતથઈ નારાજ નથી. તેમણે ગહેલોત પાસે કોઈ ખાસ તાકાત નહોતી માંગી પરંતુ તેમના અવાજને દબાવવામાં આવ્યો. અધિકારીઓને તેમનો આદેશ ન માનવા માટે કહેવામાં આવ્યુ.

રાહુલ ગાંધીના નિર્ણયનુ સમ્માન કર્યુઃ પાયલટ

રાહુલ ગાંધીના નિર્ણયનુ સમ્માન કર્યુઃ પાયલટ

વળી, તેમણે એ પણ કહ્યુ કે તેમણે કોઈ મુશ્કેલી વિના રાહુલ ગાંધીના નિર્ણય(અશોક ગહેલોતને સીએમ બનાવવા)ને માન્યો. સચિને કહ્યુ કે તે ડેપ્યુટી સીએમ નહોતા બનવા માંગતા પરંતુ રાહુલ ગાંધીને કહેવા પર બન્યા તેમ છતાં તેમને કામ કરવા દેવામાં આવતુ નહોતુ, અધિકારીઓને મારા નિર્દેશોનુ પાલન ન કરવા માટે કહેવામાંં આવ્યુ હતુ, ફાઈલો મારી પાસે મોકલવામાં ન આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X