MPમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સચિન રાજી

sachin
ભોપાલ, 26 ઓક્ટોબર: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ક્રિકેટ સ્ટાર સચિન તેંડુલકર કોંગ્રેસ ઉમેદવારોને સમર્થનમાં પ્રચાર કરશે. તેઓ બેથી ત્રણ દિવસ રાજ્યના પ્રવાસ પર રહીને નવ વિધાનસભા વિસ્તારોમાં પ્રચાર કરી શકે છે. રાજ્યના મીડિયા સમન્વયક પ્રમોદ ગુગાલિયાએ આજે જણાવ્યું કે તેંડુલકરે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવા પર સહમતિ આપી દીધી છે. તેંડુલકરના પ્રવાસની હજી તારીખો નક્કી કરવામાં નથી આવી.

ગુગાલિયા અનુસાર તેંડુલકર બેથી ત્રણ દિવસ રાજ્યના પ્રવાસ પર રહીને લગભગ નવ વિધાનસભા વિસ્તારમાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં તેમના પ્રવાસની તારીખ અને વિધાનસભા વિસ્તારની પસંદગી કરી લેશે.

અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ સમિતિએ શહેરમાં પાર્ટીના પ્રચાર માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાને આમંત્રણ આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ કમિટિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની સૂચિ માગવામાં આવી હતી, જેમાં સચિન તેંડુલકર અને રેખાને શહેરમાં પાર્ટીના પ્રચાર માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારથી જ સચિનના પ્રચારની વાતો ફિઝાઓમાં તરી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X