For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂકંપ સમયે કેવી રીતે રહેવુ સુરક્ષિત, જાણો બચવાના મહત્વના ઉપાય

કોઈ પણ કુદરતી હોનારત સમયે ઘણા અફડાતફડી મચી જતી હોય છે એટલા માટે અમે તમને બતાવી રહ્યા છે અમુક એવા ઉપાય જેનાથી ભૂકંપ સમયે સુરક્ષિત રહી શકાય છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર ભારત ઘણા શહેરોમાં શુક્રવારે સાંજે ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે. માહિતી મુજબ કાશ્મીરમાં જોરદાર ભૂકંપના ઝટકા લાગ્યા છે. દિલ્લી-એનસીઆર સાથે જ પંજાબ અને હરિયાણામાં પણ ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ભૂકંપનુ કેન્દ્ર અફઘાનિસ્તાન હતુ. અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના ઉત્તર-પૂર્વમાં ભૂકંપનુ કેન્દ્ર હતુ. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 નોંધવામાં આવી છે. કોઈ પણ કુદરતી હોનારત સમયે ઘણા અફડાતફડી મચી જતી હોય છે એટલા માટે અમે તમને બતાવી રહ્યા છે અમુક એવા ઉપાય જેનાથી ભૂકંપ સમયે સુરક્ષિત રહી શકાય છે.

Earthquake

ભૂકંપ સમયે તમે જો ઘર, ઓફિસ કે કોઈ બિલ્ડિંગમાં હોવતો તરત જ ત્યાંથી બહાર નીકળો. ભૂકંપ સમયે ઈમારતો પડવા લાગે છે માટે ત્યાંથી તરત જ નીકળવુ જોઈએ.

ભૂકંપ આવવા પર ખુલ્લા મેદાનમાં જતુ રહેવુ. ખુલ્લા મેદાન ભૂકંપ સમયે સૌથી સુરક્ષિત હોય છે કારણકે ત્યાં આસપાસ ઈમારતો નથી હોતી.

જો તમે ઘરની બહાર ન નીકળી શકો તો કોઈ ટેબલ કે બેડની નીચે છૂપાઈ જાવ.

અલમારી કે બુકશેલ્ફ જેવી વસ્તુઓથી દૂર રહો. તે પડવાનુ જોખમ રહે છે.

જો તમે ગાડી ચલાવતા હોય તો તેને ધીમી પાડીને કોઈ સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો અને તેમાં જ રહો.

કોઈ ઈમારતથી નીચે ઉતરતી વખતે લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરવો. આવા સમયે હંમેશા સીડીઓનો ઉપયોગ કરવો જોઈએ.

કાંચની બારીઓ અને દરવાજાથી દૂર રહો.

ભારે વસ્તુઓ જેવી કે ફોટા તથા કાચ વગેરેને બેડ, સોફા, ડાઈનિંગ ટેબલ, બેંચ વગેરેથી દૂર લગાવો, ત્યાં ના લગાવો જ્યાં લોકો બેસતા હોય.

ખુલ્લા વિસ્તારમાં બિલ્ડિંગ, વૃક્ષો, ટેલીફોન, વિજળીની લાઈનો, ફ્લાઈઓવરો તથા પુલોથી દૂર રહો.

ઈમરજન્સી ટેલીફોન નંબરોને યાદ રાખો (જેવા કે ડૉક્ટર, હોસ્પિટલ તથા પોલિસ વગેરેના ટેલીફોન નંબર)

પરિવારન સભ્યોને ભૂકંપ વિશે માહિતી આપો.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે ફેક વીડિયો, અમદાવાદ પોલિસે આપી ચેતવણીઆ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે ફેક વીડિયો, અમદાવાદ પોલિસે આપી ચેતવણી

English summary
safety tips measures during earthquake what do what not do to save your life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X