ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા પહેલા પોતાની સગાઈમાં ખૂબ નાચ્યો સાહિલ ગહેલોત, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
દિલ્લીના ચકચારી નિક્કી યાદવ હત્યા કેસમાં પોલીસે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે નિક્કીની હત્યા પહેલા સાહિલ ગહેલોત પોતાની સગાઈમાં દોસ્તો સાથે ખૂબ નાચ્યો હતો. અહીં જાણો પોલીસના સનસનીખેજ ખુલાસા.
Nikki Yadav Murder Case: દિલ્લી પોલીસે નિક્કી યાદવ હત્યા કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે બુધવારે દાવો કર્યો કે સાહિલ ગહેલોત 9 ફેબ્રુઆરીએ નિક્કી યાદવની હત્યા કરતા પહેલા એંગેજમેન્ટ પાર્ટીમાં પોતાના દોસ્તો સાથે ડાંસ કરી રહ્યો હતો અને સગાઈ સમારંભમાં ખુશીથી સામેલ થયો હતો. સગાઈ પછી પોતાની લિવ-ઈન પાર્ટનર નિક્કી યાદવનુ ગળુ દબાવી દીધુ અને તેના શરીરને ફ્રીઝમાં મૂકી દીધુ. આગલા દિવસે 10 ફેબ્રુઆરીએ સાહિલે બીજી યુવતી સાથે લગ્ન કર્યા. હત્યા બાદ સાહિલે ગહેલોતે નિક્કીનુ શબ દક્ષિણ-પશ્ચિમ દિલ્લીમાં પોતાના ઢાબા(ભોજનાલય)માં એક રેફ્રિજરેટરની અંદર મૂકી દીધો હતો અને પોતે લગ્ન કરવા નીકળી ગયો હતો.

પોતાની સગાઈ પછી નિક્કીને મળવા ગયો સાહિલ
પોલીસે દાવો કર્યો હતો કે હત્યાનો મામલો 14 ફેબ્રુઆરીએ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સાહિલ ગેહલોતની પૂછપરછ કર્યા બાદ ફ્રીજમાંથી 23 વર્ષીય નિક્કી યાદવની લાશ મળી આવી હતી. પોલીસે જણાવ્યુ કે સગાઈની પાર્ટી બાદ ગેહલોત ઉત્તમ નગરમાં નિક્કી યાદવના ભાડાના મકાનમાં ગયો હતો. તેણે કહ્યું કે નિક્કી યાદવ કથિત રીતે સાહિલ ગેહલોતને 10 ફેબ્રુઆરીએ લગ્ન પહેલા ક્યાંક હૉલીડે પર લઈ જવા માટે મનાવવામાં સફળ રહી હતી.

સાહિલે કહ્યુ - એ દુવિધામાં હતો કે નિક્કી સાથે...
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે પૂછપરછ દરમિયાન સાહિલ ગેહલોતે પોલીસને કહ્યુ કે તે બેવડી માનસિકતા ધરાવતો હતો, તે મૂંઝવણમાં હતો, તે નક્કી કરી શકતો ન હતો કે તે તેની લિવ-ઇન પાર્ટનર સાથે રહેવા માંગે છે કે એ યુવતી સાથે લગ્ન કરવા માંગે છે જે તેના માતાપિતાએ નક્કી કરી હતી. ઘટનાક્રમનુ વર્ણન કરતા આરોપી સાહિલ ગેહલોતે પોલીસને જણાવ્યુ કે તે ઘટનાના લગભગ 15 દિવસ પહેલા નિક્કી યાદવના ઘરેથી નીકળી ગયો હતો, પરંતુ 9 ફેબ્રુઆરીએ તેમની સગાઈ પછી તે ઉત્તમ નગરમાં તેના ઘરે ગયો અને તેણે તેની સાથે રાત વિતાવી.

ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો
સાહિલે પોલીસને કહ્યુ, 'નિક્કી યાદવે પહેલેથી જ એક પ્લાન બનાવ્યો હતો કે તે તેની સાથે ગોવા જવા માંગે છે અને તેણે તેની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી પરંતુ જ્યારે તેણે પાછળથી સાહિલ ગેહલોતની ટિકિટ બુક કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ટિકિટ બુક થઈ શકી નહિ. તેથી તેણે પ્લાન બદલીને હિમાચલ પ્રદેશ જવાનુ નક્કી કર્યુ.

બંને વચ્ચે તેના અરેન્જ્ડ મેરેજ વિશે વાત થઈ
અધિકારીએ જણાવ્યુ કે, 'તે તેમની કાર નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર લઈ ગયા, જ્યાં તેમને ખબર પડી કે તેઓએ આનંદ વિહાર બસ ટર્મિનસથી બસ પકડવાની છે પરંતુ ત્યાં પહોંચતા જ તેમને કહેવામાં આવ્યુ કે બસ કાશ્મીરી ગેટ આઈએસબીટીથી શરૂ થશે.' પોલીસે જણાવ્યુ કે કાશ્મીરી ગેટ પર પહોંચ્યા બાદ આરોપીએ તેની કાર પાર્ક કરી અને બંને વચ્ચે તેના અરેન્જ્ડ મેરેજ વિશે વાત થવા લાગી.

લગ્નની વાતથી નારાજ હતી નિક્કી યાદવ
અધિકારીએ કહ્યુ, 'સાહિલ ગેહલોતના લગ્નના પ્લાનથી નિક્કી ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે તેની નારાજગી દર્શાવી હતી. ગુસ્સે ભરાયેલા ગેહલોતે તેનુ ગળુ દબાવી દીધુ હતુ અને તેના મૃતદેહને ઢાબા પર લઈ ગયો હતો. એવી શંકા છે કે તે તેની લિવ-ઈન પાર્ટનરથી છૂટકારો મેળવવા માંગતો હતો અને તે આશ્વાસન આપીને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યો હતો કે તે બંને એક ટ્રિપ પર જશે.

હત્યાનો સાચો સમય હજુ સુધી સામે આવ્યો નથી
અધિકારીએ જણાવ્યુ કે, 'તેણે (સાહિલ) કહ્યુ કે તે મૂંઝવણમાં હતો કે શું કરવુ. પરંતુ સ્થાનિક લોકોની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે સાહિલ તેની સગાઈ દરમિયાન ડાંસ કરતો હતો અને મસ્તી કરતો હતો. તેથી, સીસીટીવી, ટેકનિકલ સહિતમજબૂત પુરાવા સાથે તેના નિવેદનની પુષ્ટિ થઈ શકી નથી. તેણે નિક્કીની હત્યા ક્યારે કરી, તેનો સાચો સમય હજુ સુધી સામે આવ્યો નથી. નિક્કી યાદવનુ શબ હત્યાના ચાર દિવસ બાદ મંગળવારે સવારે ઢાબાના ફ્રીઝમાંથી જપ્ત કરવામાં આવ્યુ.












Click it and Unblock the Notifications
