For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીની ચૂંટણીમાં મોટી ગેમ રમવાની તૈયારીમાં સજ્જન-ટાઇટલર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): લાંબા સમય સુધી 1984ના રમખાણો માટે જવાબદાર ગણાવવામાં આવતા રહેલા સજ્જન કુમાર અને જગદીશ ટાઇટલર આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક્ટિવ જોવા મળ્યા. ચોક્કસ, આ બંનેની દિલ્હીના ઘણા વિસ્તારોની ખાસ અસર છે. આ જનતા સાથે જોડાશે સત્તાથી દૂર રહીને પન આ બંને મોટી ગેમ રમશે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટી પ્રમુખ અરવિંદ સિંબ લવલી પણ માને છે કે ટાઇટલર અને સજ્જન કુમારને કોઇ જવાબદારી ન આપવી પાર્ટીના હિતમાં રહેશે નહી. દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું માનવું છે કે આ બંનેને તક મળવી જોઇએ.

jagdish-tytler-sajjan-kumar-11

રમખાણોના દાગ
આ બંને નેતા 84ના રમખાણોમા મુદ્દે ઘેરાયેલા રહ્યા. સજ્જન કુમારને કોર્ટમાંથી રાહત મળી છે જ્યારે જગદીશ ટાઇટલર વિરૂદ્ધ કેટલાક કેસ ચાલી રહ્યાં છે. દિલ્હીના રાજકારણને જાણનાર વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલાં આવેલા આ નિવેદનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. જો કે શીલા દીક્ષિતે પોતે સક્રિયતા રાજકારણમાં આવવાની સ્થિતિ પર સવાલ ઉભા કરી દિધા છે.

જાણકારોનું કહેવું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પૂરી તાકાત સાથે લડવા જઇ રહી છે. તેની પાસે નેતાઓની કોઇ કમી નથી. બાકી પક્ષો કરતાં સારા અને મોટા તેમની પાસે છે. આ વખતે તેને ડિસેમ્બર 2013માં યોજાયેલી ચૂંટણી કરતાં વધુ સીટો પણ મળશે.

કોંગ્રેસે 2008માં 43 સીટો જીતી હતી અને આ સીટો 2013માં ઘટીને 8 થઇ ગઇ. આ ઉપરાંત કોંગ્રેસની વોટબેંક પણ ઘટીને 40.3 ટકાથી 25.3 ટકા પર પહોંચી ગઇ હતી. તાજેતરમાં પાર્ટીની એક કોર ટીમમાં સજ્જન અને ટાઇટલરને રાખવાના મુદ્દાએ જોર પકડ્યું તો પાર્ટીએ કહ્યું કે તેમણે ઉક્ત બંને નેતાઓને કોઇ જવાબદારી સોંપી નથી. પરંતુ, હવે કોંગ્રેસને સમજાઇ ગયું છે કે આ બંનેને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાથી પાર્ટીને લાભ થશે.

English summary
Sajjan Kumar and Jagdish Tytler to be in Delhi politics. Both are mass leaders and will play crucial role in Delhi elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X