For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, કાચીંડા સાથે કરી રાહુલ ગાંધીની સરખામણી

સાક્ષી મહારાજે કાચીંડા સાથે કરી રાહુલ ગાંધીની સરખામણી

|
Google Oneindia Gujarati News

ઉન્નાવઃ ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી કાચીંડા સાથે કરી છે. તેમણે કહ્યું કે રંગ બદલવામાં રાહુલ ગાંધીએ કાચીંડાને પણ પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાક્ષી મહારાજ પ્રિયંકા અને રાહુલ ગાંધીના કુંભ સ્નાન પર પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ક્યારેક જનોઈ ધારી પંડિત બની જાય છે તો ક્યારેક શિવ ભક્ત તો ક્યારેક કંઈક બીજું જ કરવા લાગે છે. તેમણે કહ્યું કે હવે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ સમજી ગઈ છે કે જે હિંદુ હિતની વાત કરશે, તે જ દેશ પર રાજ કરશે. માટે ભેષ બદલી રહ્યા છે.

મંદિર માટે યોગીની વાનર સેના જ કાફી છે

મંદિર માટે યોગીની વાનર સેના જ કાફી છે

રામ મંદિ પર યોગી આદિત્યનાથના નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. આના માટે તેમની વાનર સેના જ કાી છે. 24 કલાકમાં રામ મંદિરનું નિર્માણ થઈ જશે. જણાવી દઈએ કે, સીએમ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું હતું કે 24 કલાકમાં રામ મંદિરની સમસ્યાનું સમાધાન થઈ જશે.

ધર્મ સભામાં નિર્ણય લેવામાં આવશે

ધર્મ સભામાં નિર્ણય લેવામાં આવશે

કુંભમાં થનાર ધર્મસભાની બેઠકની ચર્ચા કરતાં સાક્ષી મહારાજે કહ્યું કે ધર્મસભામાં રામ મંદિરના સંબંધમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદી ભાજપ અને તેની સાથે જોડાયેલ સંગઠન રામ મંદિરને લઈને આંદોલિત છે, જેમની ચર્ચા કરે છે. તેમના સિવાય કોઈપણ પક્ષ રામ મંદિના નિર્માણને લઈ તત્પર નથી.

ઉન્નાવથી જ ચૂંટણી લડીશ

ઉન્નાવથી જ ચૂંટણી લડીશ

જ્યારે સંસદીય ક્ષેત્ર બદલવાના સવાલ પર સાક્ષી મહારાજે કહ્યું કે જો ચૂંટણી લડીશ તો ઉન્નાવથી જ લડીશ, નહિતર સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ. જ્યાં સુધી સક્રિય રાજનીતિમાં છું ત્યાં સુધી હું ઉન્નાવથી જ ચૂંટણી લડીશ.

રાહુલ ગાંધીમાં એક સારા પીએમ બનવાના બધા જ ગુણ, પરંતુ...રાહુલ ગાંધીમાં એક સારા પીએમ બનવાના બધા જ ગુણ, પરંતુ...

English summary
sakshi maharaj controversial statement on rahul gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X