જે લોકો શરિયત પર ભરોસો કરે છે તે પાકિસ્તાન જઈ શકે છેઃ સાક્ષી મહારાજ

હંમેશા પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહેતા ભાજપ સાંસદ સાક્ષી મહારાજે ફરીથી એકવાર શરિયત કોર્ટની માંગ પર વિવાદિત નિવેદન આપ્યુ છે.

હંમેશા પોતાના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહેતા ભાજપ સાંસદ સાક્ષી મહારાજે ફરીથી એકવાર શરિયત કોર્ટની માંગ પર વિવાદિત નિવેદન આપ્યુ છે. સાક્ષી મહારાજે કહ્યુ કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે, દેશની અર્થવ્યવસ્થા દેશના બંધારણ પ્રમાણે ચાલશે માટે જે લોકો ઈચ્છે છે કે દેશ શરિયાતના હિસાબે ચાલે તેમણે પાકિસ્તાન જતુ રહેવુ જોઈએ. યુપીના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે આ નિવેદન પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યુ.

sakshi maharaj

સાક્ષી મહારાજે કહ્યુ કે આ દેશમાં શરિયતની કોઈ જરૂર નથી, જે લોકો દેશના બંધારણમાં ભરોસો નથી કરતા તેમને ભારતમાં રહેવાનો બિલકુલ પણ અધિકાર નથી. તમને જણાવી દઈએ કે સાક્ષી મહારાજનું આ વિવાદિત નિવેદન એવા સમયે આવ્યુ જ્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દેશના દરેક જિલ્લામાં શરિયા કોર્ટની રચના કરવાની વાત કરી હતી. બોર્ડની આ યોજના બાદથી સતત આ ચર્ચાનો વિષય બનેલો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાક્ષી મહારાજ ઘણી વાર વિવાદિત નિવેદન આપી ચૂક્યા છે. જેના કારણે માત્ર તેમને જ નહિ પરંતુ ભાજપના મોટા નેતાઓ અને સરકારને ટીકાઓનો સામનો કરવો પડે છે. આ પહેલા તેમણે કહ્યુ હતુ કે મૌલવી દ્વારા દુષ્કર્મ કરવા પર કોંગ્રેસ અને રાહુલ ગાંધીની બોલતી બંધ થઈ જાય છે. મીડિયામાં પણ ચર્ચા નથી થતી. વળી, બીજી તરફ આસિફા કે જેનો કેસ ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યો છે તેને મીડિયાએ ચર્ચાનો મુદ્દો બનાવી દીધો. તેમણે મીડિયાને ડૂબી મરવાની વાત કહી. સ્થાનિક સાંસદે કહ્યુ કે એક નહિ ઘણા મૌલવીઓ દ્વારા દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ મામલે કંઈ બોલતા નથી તેમની જીબ સિવાઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X