Sam Pitroda Resign : વિવાદિત નિવેદન બાદ ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી સૈમ પિત્રોડાનું રાજીનામું
લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના નિવેદનોથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરનાર સામ પિત્રોડાએ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
પાર્ટી મહાસચિવ જયરામ રમેશે સામ પિત્રોડાના રાજીનામાની માહિતી શેર કરી. તેમણે કહ્યું કે, આ નિર્ણય સૈમ પિત્રોડાની પોતાની મરજીથી લેવામાં આવ્યો છે. સૈમ આ પગલું ભારતીયો પરની તેમની તાજેતરની જાતિવાદી-રંગભેદી ટિપ્પણી બાદ ઉઠાવ્યું છે.

જયરામ રમેશે ટ્વીટ કર્યું કે, સૈમ પિત્રોડાએ પોતાની મરજીથી ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
સૈમે ભારતના લોકો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું દેશના અલગ-અલગ ભાગોમાંથી ભારતીયો કેવા દેખાય છે.
સૈમ પિત્રોડાએ કહ્યું કે, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમના લોકો આરબો જેવા દેખાય છે, ઉત્તર ભારતમાં રહેતા લોકો ગોરા જેવા દેખાય છે અને દક્ષિણમાં રહેતા લોકો આફ્રિકન જેવા દેખાય છે.
લોકસભા ચૂંટણી વચ્ચે આ નિવેદન બાદ મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનની આકરી નિંદા કરી અને તેમજ રાહુલ ગાંધી પાસેથી જવાબ માંગ્યો. જો કે, કોંગ્રેસે શરૂઆતથી જ તેમના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે.












Click it and Unblock the Notifications
