71 વર્ષિય સપા નેતાએ 'ડિમાન્ડ' કરી છોકરીઓની

મહિલા સભા પ્રદેશ કાર્યકારિણીના પૂર્વ સભ્ય મધુ પાંડેયએ ઔરેયાના સપા જિલાધ્યક્ષ અને શ્રમ પ્રવર્તન વિભાગના ચેરમેન ચૌ. રામબાબુ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલા નેતાની વાત માનીએ તો રાજ્યમંત્રીનો દરરજો પ્રાપ્ત 71 વર્ષિય ચેરમેને ફોન પર તેમની પાસે યુવતીઓની માંગ કરી હતી. જેમાં યુવતીઓને 'ચૂજા' કહીને સંબોધિત કર્યા હતા. આ મહિલાએ હવે પોતાની જાનનું જોખમ હોવાનું જણાવી અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવા આવે તેવું કહ્યું છે. ડીએમ એસ રાજલિંગમે આ મામલે તપાસનું આશ્વાસન આપ્યું છે.
મધુ પાંડેયનો આરોપ છે કે પતિને નોકરી પર લગાવવા માટે તેમણે મજબૂર થઇને ચેરમેનને વાત કરી હતી, પરંતુ જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેમને જ પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા. મધુનો આરોપ છે કે ઓક્ટોબર 2012માં જ્યારે ચેરમેન લખનઉ મીટિંગમાં ગયા હતા, તો તેમણે ફોન પર તેમને 'ચૂજે લઇને આવવા'ની આપત્તિજનક માંગ કરી હતી. મધુએ આ વાતચીતના રેકોર્ડ અંશ પણ મીડિયાને સંભળાવ્યું. જેમાં રામબાબૂ, મધુને વ્યવસ્થા કરવાની વાત કહે છે. જવાબમાં મધુ 'હા' કહે છે, તો રામબાબૂ પુછે છે કે 'માલ સારો છે...?'
એટલું જ નહીં, જ્યારે મધુ, રામબાબૂને ચૂજાનો મતલબ પૂછે છે તો તે પહેલા મધુને કહે છે કે, તુ પહેલાથી જ બધુ જાણે છે અને પછી બોલે છે કે ચૂજાનો મતબલ 19થી 20, 18થી 20 વર્ષ સુધી. તેના પર મધુ 'હઓ' એટલે કે હા એવી સહમતિ આપે છે.
નોંધનીય છે કે, એક જૂને કાનપુરમાં રેલીમાં સામેલ થવા માટે મધૂ પાન્ડેયની બસ માંગવા અંગે રામબાબૂ યાદવ સાથે જોરાદર તકરાર થઇ હતી. ત્યારબાદ જિલાધ્યક્ષે અનુશાસનહીનતાનો આરોપ મુકીને તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા. થોડો સમય શાંત રહ્યા બાદ મધુએ હવે ચેરમેન પર આરોપ લગાવ્યા છે. બીજી તરફ રામબાબૂ યાદવ એવું કહી રહ્યાં છે કે પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવતા મધુ પાન્ડેય આવું કહી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
