સપા MLA અરુણ વર્મા પર ગેંગરેપ પીડિતાની હત્યાનો કેસ નોંધાયો

Written By:
Subscribe to Oneindia News

વર્ષ 2013ની 18મી સપ્ટેમ્બરે ગામ ચોરમા, જિલ્લા જયસિંહપુરના નિવાસી ડૉક્ટરને મળવા સુલ્તાનપુર શહેર આવ્યા હતા, જ્યાંથી તેમની સગીર વયની પુત્રી ગાયબ થઇ ગઇ હતી. 6 ઓક્ટોબર, 2013ના રોજ આ સગીર યુવતીના સગડ મળ્યા બાદ 9 ઓક્ટોબર, 2013ના રોજ કોર્ટમાં તેનું લેખિત નિવેદન લેવામાં આવ્યું, જેમાં તેણે જયસિંહપુર વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટી ના ધારાસભ્ય અરુણ વર્મા સહિત સાત લોકો પર સામૂહિક દુષ્કર્મ નો આરોપ મુક્યો હતો.

અરુણ વર્મા સહિત અન્ય બે આરોપીને મળી હતી ક્લિનચીટ

અરુણ વર્મા સહિત અન્ય બે આરોપીને મળી હતી ક્લિનચીટ

પીડિતાએ પોતાના નિવેદનમાં અરુણ વર્મા સહિત પૂનમ યાદવ, ધીરેન્દ્ર, આશુતોષ સિંહ, મોનૂ ખાન, અંજુમ ખાન, ગુડ્ડૂ લાલા અને અનિતા સિંહ પણ આમાં સહભાગી હોવાનો આરોપ લગાવ્યો હતો. સીઓ સિટી વી.પી.સિંહની તપાસમાં તેમણે 2 ફેબ્રુઆરી, 2014ના રોજ ધારાસભ્ય અરુણ વર્મા, પૂનમ યાદવ અને ધીરેન્દ્રને ક્લીન ચિટ આપી દીધી હતી અને અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ અદાલત મોકલવામાં આવી હતી. સુલ્તાનપુરની અદાલતમાં એડિશનલ સેશન્સ જજ સપ્તમ આ કેસની કાર્યવાહી કરી રહ્યાં છે.

ક્લિનચીટ વિરુદ્ધ પીટિશન

ક્લિનચીટ વિરુદ્ધ પીટિશન

પીડિતાએ ધારાસભ્ય અને તેમના બે સાથીઓને મળેલી ક્લિનચીટ વિરુદ્ધ પિટીશન દાખલ કરી હતી. જેની પર નીચલી અદાલતે વધુ ગહન તપાસનો આદેશ આપ્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો. આ દરમિયાન અન્ય આરોપીઓ વિરુદ્ધ ઝડપથી સુનાવણી કરવામાં આવી હતી. દરેક બાજુએથી નિરાશ થઇ પીડિતાના પિતાએ આખરે હાઇ કોર્ટની શરણ લીધી હતી. કોર્ટે સવાલ કર્યો છે કે, પોલીસ ધારાસભ્યની પ્રાઇવેટ આર્મીની માફક કેમ વર્તી રહી છે. ગૃહ સચિવ એમ.પી.મિશ્રાના હસ્તક્ષેપ પર સુલ્તાનપુર એસપી એ તપાસ નવા ઇન્વેસ્ટિગેશન ઓફિસરને સોંપી છે અને પહેલા તપાસ કરી રહેલ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.

7 લાખ રૂપિયાનું વળતર આપવાનો મળ્યો હતો આદેશ

7 લાખ રૂપિયાનું વળતર આપવાનો મળ્યો હતો આદેશ

હાઇ કોર્ટમાં મામલો ગયા બાદ લખનઉ બેન્ચે કડક વલણ અપનાવતા કોર્ટે પોલીસને બે અઠવાડિયાની અંદર તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોલીસને સૂચના પણ આપી હતી કે, તેમના વિમર્શમાં જો કોઇ ખામી જણાશે તો આ તપાસ સીબીઆઇ ને સોંપવામાં આવશે. આ દરમિયાન કોર્ટે પીડિતાને રાણી લક્ષ્મીબાઇ સન્માન કોષમાંથી 7 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. પીડિતાના વકીલ સુશીલ કુમાર સિંહ અનુસાર, કોર્ટના આદેશ પર સખત સુરક્ષા વચ્ચે અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણીમાં પીડિતાએ 27 મે, 2016ના રોજ પોતાના પહેલા લેખિત નિવેદનનું સમર્થન કર્યું હતું, જેમાં તેણે ધારાસભ્ય અરુણ વર્માનું નામ લીધું હતું.

પીડિતાના મૃત્યુથી આવ્યો નવો વળાંક

પીડિતાના મૃત્યુથી આવ્યો નવો વળાંક

લગભગ ત્રણ વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં હવે પીડિતાના મૃત્યુને કારણે નવો વળાંક આવ્યો છે. સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના મૃત્યુથી આખા વિસ્તારમાં સોપો પડી ગયો છે. આ પીડિતા 11 ફેબ્રુઆરી, 2017ના રોજ રાતે પોતાના ઘરથી દૂર પંચાયત ભવન પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા તેને જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે સમગ્ર વિસ્તારમાં ગહન પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે અને ધારાસભ્ય વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

English summary
Samajwadi Party MLA Arun Verma accused in murder of gang rape victim.
Please Wait while comments are loading...