સપાનું ઘોષણા પત્ર જાહેર, શું વાયદાઓ કર્યા અખિલેશ યાદવે?

Written By:
Subscribe to Oneindia News

સમાજવાદી પાર્ટીએ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પોાતનું ઘોષણા પત્ર જાહેર કર્યું છે, મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઘોષણા પત્ર જાહેર કરતાં કહ્યું કે, હું કેટલાક નવા સંકલ્પો સાથે આ ઘોષણા પત્ર જાહેર કરી રહ્યો છું.

તેમણે કહ્યું કે, 'અમે સૌ મળીને સમાજવાદી સરકાર બનાવવા માંગીએ છીએ, મેં કહ્યું હતું કે, પાંચ મહિનાની મહેનત કરી લો તો પાંચ વર્ષની સરકાર બનશે. સમાજવાદી પાર્ટીના લોકો પર જનતાને વિશ્વાસ છે. સૌથી ઓછી ઉંમરના મુખ્યંત્રી બનવાની તક મળી તો નેતાજીનો આશીર્વાદ મળ્યો, તમામ નેતાઓ અને વડીલોનું સમર્થન મળ્યું.'

akhilesh yadav

સાથે જ અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપ વિકાસના નામે ક્યારેક લોકોના હાથમાં ઝાડુ પકડાવે છે તો ક્યારેક યોગ કરવા બેસાડી દે છે. તેમણે લોકોને 24 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો, પરંતુ અમે તો પહેલેથી જ લોકોને 24 કલાક વીજળી આપીએ છીએ. અખિલેશ યાદવે સપા સરકારે જનતા માટે કરેલા તમામ વિકાસના કાર્યો લોકો સમક્ષ રજૂ કર્યાં.

ત્યાર બાદ તેમણે કહ્યું કે, અમે લોકોને જે વાયદાઓ કર્યા હતો, તે અમે પૂરા કર્યા છે, નેતાજીએ મારી પર વિશ્વાસ મુક્યો છે, આથી હું લોકોને કહેવા માંગુ છું, કે એક વાર ફરી સપાની સરકાર બનાવો, અમે વિકાસની ગતિ ઓર વધારીશું. અમે રાજ્યનો વિકાસ કર્યો છે અને વિકાસનો આ જ રસ્તો છે.

અહીં મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવની ગેરહાજરી આંખે ઉડીને વળગતી હતી, જેના પરથી સ્પષ્ટ થાય છે કે, પિતા-પુત્ર વચ્ચેનો વિવાદ હજુ શમ્યો નથી.

અહીં વાંચો  - સપા-કોંગ્રેસના ગઠબંધન પર ગ્રહણ

અખિલેશના ઘોષણા પત્રના મુખ્ય મુદ્દાઓ

 • ગરીબોને નિઃશુલ્ક ઘઉં અને ચોખા મળશે
 • 108 એમ્બ્યૂલન્સ સેવામાં સુધારા વધારા કરવામાં આવશે
 • ગરીબ મહિલાઓને પ્રેશર કુકર આપવામાં આવશે
 • અસંગઠિત મજૂરો માટે યોજનાઓ બનાવાશે
 • સમાજવાદી પેન્શન સીધું ગરીબોના ખાતામાં જશે
 • વરિષ્ઠ નાગરિકો માટે ઓલ્ડ એજ હોમ બનાવવામાં આવશે
 • રોડવેઝ બસમાં મહિલાઓએ અડધું જ ભાડુ ભરવાનું રહેશે
 • પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સ સેવાની વ્યવસ્થા કરવામાં આવશે
 • 1.5 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોનો મફત ઇલાજ
 • લઘુમતી લોકોના કૌશલ્ય વિકાસ પર ધ્યાન અપાશે
 • ગામડાઓમાં 24 કલાક વીજળી આપવામાં આવશે
 • એક કરોડ બેરોજગારોને એક હજાર માસિક આપવમાં આશે
 • ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં ભણતા ગરીબ બાળકોને એક લિટર ઘી આપવમાં આવશે
 • વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે
 • હસ્તકલા શિલ્પકારો અને વણકરોને પેન્શન આપવામાં આવશે
English summary
Samajwadi Party releases its election Manifesto Akhilesh Yadav made big announcement.
Please Wait while comments are loading...