BabyMirzaMalik: ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બની માતા, આપ્યો પુત્રને જન્મ

ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા મા બની ગઈ છે. તેણે આજે સવારે પુત્રને જન્મ આપ્યો છે.

છેવટે એ સમય આવી જ ગયો જેની રાહ ભારત અને પાકિસ્તાન બંને દેશના લોકો જોઈ રહ્યા હતા. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા મા બની ગઈ છે. તેણે આજે સવારે પુત્રને જન્મ આપ્યો છે. સાનિયા અને નવજાત બંને કુશલ મંગલ છે સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું આ પહેલુ સંતાન છે. તમને જણાવી દઈએ કે સાનિયા મિર્ઝાએ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કર્યા હતા.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ધઝાએ આપ્યો પુત્રને જન્મ

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ધઝાએ આપ્યો પુત્રને જન્મ

આ ખુશખબરી શોએબ મલિકે જ ટ્વિટર દ્વારા લોકોને આપી છે. શોએબે ટ્વિટર પર લખ્યુ છે કે તે પુત્ર જન્મના સમાચાર આપતા ખૂબ જ ઉત્સાહિત છે... દુઆઓ માટે આભાર. #BabyMirzaMalik.

સાનિયા અને શોએબ મલિકનો સંબંધ સરળ નહોતો

તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએ મલિકે આઠ વર્ષ પહેલા 2010 માં લગ્ન કર્યા હતા. આ સંબંધ સરળ નહોતો કારણકે સાનિયા ભારતીય છે જ્યારે શોએબ પાકિસ્તાની છે. એટલા માટે આ સંબંધ માટે ખૂબ હોબાળો થયો હતો.

સાનિયા-શોએબે દરેક મુશ્કેલીઓનો કર્યો સામનો

સાનિયા અને શોએબે દરેક મુશ્કેલીઓ અને વિરોધનો મક્કમતાથી સામનો કર્યો અને લોકોને જણાવ્યુ કે જ્યાં પ્રેમ અને ભરોસો હોય છે ત્યાં માત્ર પ્રેમ જ જન્મ લે છે અને સાનિયા-શોએના ઘરે આવેલ આ નાનો મહેમાન તે વાતનું સાક્ષાત ઉદાહરણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X