For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યું

રાજનીતિમાં આવવાની ચર્ચા પર સંજય દત્તે મૌન તોડ્યુ્ં, જાણો શું કહ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિગ્ગજ અભિનેતા સંજય દત્ત ફરીથી રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા જે બાદ સંજય દત્તે ચુપ્પી તોડી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી મહાદેવ જાનકરે સંજય દત્તને લઈને મોટો દાવો કર્યો હતો. કેબિનેટ મંત્રી મહાદેવ જાનકરે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સંજય દત્ત 25 સપ્ટેમ્બરે તેમની પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષમાં જોડાશે. આરએસપી પ્રમુખ જાનકરના આ દાવા બાદ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે સંજય દત્ત રાજનીતિમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જો કે હવે સંજય દત્તે આ મામલે પોતાનો પક્ષ રાખ્યો છે.

સંજય દત્તે સ્પષ્ટ ઈનકાર કરી દીધો

સંજય દત્તે સ્પષ્ટ ઈનકાર કરી દીધો

સંજય દત્તે કહ્યું કે, 'હું કોઈપણ રાજનૈતિક દળમાં સામેલ થવા નથી જઈ રહ્યો. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને આરએસપી પ્રમુખ મહાદેવ જાનકર મારા પ્રિય મિત્ર અને ભાઈ છે અને હું તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું.' સંજય દત્તે પોતાના આ નિવેદનની સાથે જ સ્પષ્ટ કરી દીધું કે રાજનીતિમાં આવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. જ્યારે સંજય દત્ત આરએસપીમાં સામેલ થશેનો દાવો કરનાર મહારાષ્ટ્ર સરકારના મંત્રી મહાદેવ જાનકરે પણ આ મુદ્દે સફાઈ આપી છે.

મહારાષ્ટ્ર સરકારના મંત્રીના દાવા પર દિગ્ગજ અભિનેતાએ જવાબ આપ્યો

મહારાષ્ટ્ર સરકારના મંત્રીના દાવા પર દિગ્ગજ અભિનેતાએ જવાબ આપ્યો

રાષ્ટ્રીય સમાજ પક્ષના મુખ્યા અને મહારાષ્ટ્ર સરકારમાં પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી મહાદેવ જાનકરે કહ્યું કે સંજય દત્ત તેમની પાર્ટીમાં સામેલ નથી થઈ રહ્યા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું કે સંજય દત્ત અમારી પાર્ટી જોઈન નહિ કરે. તેઓ અમારી પાર્ટી જોઈન કરશે તેવા અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. જો કે આરએસપી ચીફે એમ જરૂર કહ્યું કે સંજય દત્ત આગામી વિધાનસભા ચૂંટણીમાં અમારી પાર્ટીના ઉમેદવાર માટે પ્રચારની વાત કહી છે.

મંત્રીએ સંજય દત્તને લઈ કહી મોટી વાત

મંત્રીએ સંજય દત્તને લઈ કહી મોટી વાત

જણાવી દઈએ કે આરએસપી મહારાષ્ટ્રમાં સત્તારુઢ ભાજપની સહયોગી પાર્ટી છે. આ પાર્ટીના પ્રમુખ મહાદેવ જાનકર મહારાષ્ટ્ર સરકારમાં પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી છે. આરએસપીના 16મા સ્થાપના દિવસ સમારોહ દરમિયાન રવિવારે તેમનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, અમે પાર્ટીનું વિસ્તરણ કરવા માંગીએ છીએ. પાર્ટીના વિસ્તરણ માટે અમે ફિલ્મ ક્ષેત્રે કામ શરૂ કરી દીધું છે. જે અંતર્ગત સંજય દત્ત આગામી 25મી સપ્ટેમ્બર અમારી પાર્ટી જોઈન કરશે. એટલું જ નહિ તેમણે આગામી ચૂંટણીને લઈ ભાજપ પાસેથી સીટોની ડિમાન્ડ પણ કરી હતી. જે સમયે તેમણે આ વાત કહી હતી ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પંકજા મુંડે પણ ત્યાં હાજર હતા. જો કે હવે તેમણે પાર્ટીમાં સજય દત્ત સામેલ થતાના અહેવાલો ફગાવી દીધા.

જાણો, સંજય દત્ત ક્યારે રાજનીતિમાં રહ્યા

જાણો, સંજય દત્ત ક્યારે રાજનીતિમાં રહ્યા

જણાવી દઈએ કે સંજય દત્ત પહેલા પણ રાજનૈતિક ઈનિંગ રમી ચૂક્યા છે. વર્ષ 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તેઓ લખનઉથી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર હતા. જો કે અદાલતે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત તેમની સજાને સસ્પેન્ડ કરવાનો ઈનકાર કર્યા બાદ તેઓ ઉમેદવારીથી પાછળ હટી ગયા હતા. બાદમાં તેઓ સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી બની ગયા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું અને પાર્ટી છોડી દીધી હતી. સંજય દત્તના પિતા સુનીલ દત્તે પાંચ વખત કોંગ્રેસ સાંસદ તરીકે મુંબઈ ઉત્તર-પશ્ચિમ ચૂંટણી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની બહેન પ્રિયા દત્ત લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર-પશ્ચિમ સીટથી કોંગ્રેસનાં ઉમેદવાર હતાં.

<strong>ભ્રષ્ટાચાર પર મોટી કાર્યવાહી, 22 અધિકારીઓને જબરજસ્તી હટાવ્યા</strong>ભ્રષ્ટાચાર પર મોટી કાર્યવાહી, 22 અધિકારીઓને જબરજસ્તી હટાવ્યા

English summary
sanjay dutt refuses reports of entering in politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X